Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ શહેરમાં રહેતા એક ગ્રાહકે ડેલ કંપની સાથે થતા અન્યાય માટે કોર્ટના...

અમદાવાદ શહેરમાં રહેતા એક ગ્રાહકે ડેલ કંપની સાથે થતા અન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા

180
0

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં વસતા એક ગ્રાહક દ્વારા ડેલ કંપની સાથે થતા અન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હોવાની જાણકારી મળેલ છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં રહેતા એક ગ્રાહક પારસ ઠક્કર દ્વારા 20 જુલાઈના રોજ રૂ. 77,000 ની રકમનો dell કંપનીનો લેપટોપ કોલેજના અભ્યાસ માટે લીધેલ હોય લેપટોપ લીધા બાદ એક જ અઠવાડિયાની અંદર લેપટોપમાં ખામી સર્જાતા ઓનલાઈનના માધ્યમથી બીજું નવું લેપટોપ લેવા ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

તેના અનુસંધાને ડેલ કંપની દ્વારા અઠવાડિયા બાદ ગ્રાહકનું લેપટોપ કંપનીમાં ચેકિંગ કરવા માટે લેવામાં આવેલ અને જે તે વખતે સાત દિવસની અંદર નવું લેપટોપ તમને મળી જશે તેવી ગ્રાહકને ખાતરી આપવામાં આવી હતી.

પરંતુ હકીકત એ છે કે સાત દિવસનો કરેલ વાયદા બાદ દોઢ મહિના સુધી ગ્રાહકને તેમનું લેપટોપ કંપની દ્વારા પરત ન મળતા ગ્રાહક રોષે ભરાયા હોવાનું જાણવા મળેલ છે ગ્રાહક દ્વારા જાણવા મળેલ છે કે અસંખ્ય વાર ઓનલાઇન ફરિયાદ કરેલ

તદુપરાંત મેલ દ્વારા પણ અસંખ્ય વાર લેખિત પણ જાણ કરેલ અને વધારામાં અસંખ્ય વાર ડેલ કંપનીના જવાબદાર વ્યક્તિઓ સાથે પણ વાત થયા હોવા છતાં આજદિન સુધી તેમનું લેપટોપ ન મળતા તેમના દીકરા નો અભ્યાસ બગડી રહ્યો છે અને લેપટોપ પરત ન મળતા તેમના દીકરાએ બીજા તેમના મિત્રના લેપટોપથી ભણવાની જરૂર પડતી હોય

આમ તમામ પ્રકારની બેદરકારી ભરી સેવા ડેલ કંપની દ્વારા કરવામાં આવી રહી હતી અને છેલ્લે ગ્રાહકે કંટાળીને ડેલ કંપની દ્વારા કરવામાં આવેલી બેદરકારી ભરી સેવાને લઈ ગ્રાહકે તેમના ન્યાય માટે અને તેમની સાથે થયેલ છેતરપિંડી માટે વળતર મેળવવા ગ્રાહક સુરક્ષા ફોર્મમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો આમ એક જાગૃત ગ્રાહક દ્વારા કંપનીએ કરેલ અન્યાય બાબતે નીડરતાપૂર્વક કોર્ટના દરવાજા ખટ ખટાવી ન્યાયની માંગણી કરી હોવાની જાણકારી મળેલ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાહીબાગના આર્મી કેમ્પમાં ઓઇલની જરૂર હોવાનું કહી ૩ ગઠિયાએ વેપારી પાસેથી રૂ. ૩. ૨૮ લાખ પડાવ્યા
Next articleગુજરાતમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની મીટિંગમાં લોન ડિફોલ્ટરોની આ વિગતો આવી બહાર….