રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૪૦.૭૯ સામે ૫૮૭૪૭.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૪૮૭.૭૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૦.૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૧૪૧.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૬૬.૧૫ સામે ૧૭૫૫૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૫૬.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૪૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક અર્થતંત્ર સામે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવા સાથે વૈશ્વિક ચલણોનું અમેરિકી ડોલર સામે થઈ રહેલું સતત ધોવાણ સંકટમાં વધારો કરી રહ્યું છે, ત્યારે ચાઈના દ્વારા કોરોનાના કેસોને લઈ લોકડાઉનને લઈ વધતાં પડકાર સાથે સ્ટીમ્યુલસની તૈયારી વચ્ચે સીઆરઆરમાં ઘટાડો થવાના અહેવાલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફંડોએ મેટલ, ટેલિકોમ અને રિયલ્ટી શેરોની આગેવાનીએ તેજી કરી હતી. વિદેશી ફંડો દ્વારા આજે ભારતીય શેરબજારમાં નવી લેવાલી નીકળતા ભારતીય શેરબજાર પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. આજે વૈશ્વિક બજારોના સુધારા પાછળ ફોરેન ફંડો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા કામકાજના પ્રારંભિક તબક્કામાં બે તરફી અફડાતફડી બાદ કામકાજના અંતે બીએસઇ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ અને નિફ્ટી ફ્યુચર ૭૩.૮૫ વધીને બંધ રહ્યા હતા.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં આકર્ષક વેલ્યુએશને ખરીદી વધતી જોવાઈ હતી. આ સાથે ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેરબજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજારમાં અપેક્ષિત આંચકા બાદ ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે આજે બજારમાં તેજી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ટેલિકોમ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ અને સીડીજીએસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૪ અને વધનારની સંખ્યા ૧૭૦૯ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૨.૨૩ અબજ ડોલર ઘટીને ૫૫૦.૮૭ અબજ ડોલર થયુ છે, જે બે વર્ષમાં સૌથી નીચી સપાટી છે. તો તેની અગાઉ ૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહે ભારતનું વિદેશી હૂંડિયામણ ૭.૯૪ અબજ ડોલર ઘટીને ૫૫૩.૧૦ અબજ ડોલર થયુ છે. તો છેલ્લે ૨૯ જુલાઇ ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂડિયામણ ૨.૪ અબજ ડોલર વધીને ૫૭૩.૮૭ અબજ ડોલર થયુ હતુ. આમ ત્યારબાદના સળંગ છ સપ્તાહમાં દેશના ફોરેક્સ રિઝર્વમાં ૨૩ અબજ ડોલરનો નોંધાયો છે.
વિદેશી હૂંડિયામણમાં ઘટાડો એ ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાને આભારી છે જે કુલ હૂંડિયામણમાં સૌથી વધુ યોગદાન આપે છે. એફસીએ એટલે કે યુરો, પાઉન્ડ અને યેન જેવી કરન્સીના મૂલ્યમાં અમેરિકન ડોલરની સામે થતી વધ – ઘટની વિદેશી હૂંડિયામણ પર અસર થતી હોય છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમીક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ ૨.૫૧ અબજ ડોલર ઘટીને ૪૮૯.૫૯ અબજ ડોલર રહી છે. જો કે બીજી બાજુ ભારતના સુવર્ણ ભંડાર અને ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૩૪ કરોડ ડોલર વધીને ૩૮.૬૪ અબજ ડોલર થયુ છે. ઉપરાંત સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૬.૩ કરોડ ડોલર ઘટીને ૧૭.૭૧ અબજ ડોલર થયુ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલા ભારતનુ રિઝર્વ પણ ૮૦ લાખ કરોડ વધીને ૪.૯૧ અબજ ડોલર થયુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.