Home ગુજરાત ઉત્તર ગુજરાત અડાલજખાતે ગુજકોમાસોલની ૬૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

અડાલજખાતે ગુજકોમાસોલની ૬૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

99
0

ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. ની ૬૧મી વાર્ષિક સાધારણસભા અન્નપૂર્ણાધામ અડાલજ, ગાંધીનગર ખાતે યોજાઈ. જેમાં રાજ્યસભા સાંસદ નરહરીભાઈ અમીન, જી.એસ.સી.બેંકનાં ચેરમેન અજયભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, ગુજકોમાસોલ બોર્ડના સભ્યો, રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો, ક્રિભકોના ડાયરેક્ટર પરેશભાઈ પટેલ તથા મગનભાઈ વડાવિયા સહીતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ભાજપ સહકારી સેલના સંયોજક તેમજ ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બીપીનભાઈ પટેલ (ગોતા) એ સ્વાગત પ્રવચનમાં સહકારી પ્રવૃતિની વાત કરી સૌ મહાનુભાઓને આવકાર્યા હતા તેમજ સરકાર દ્વારા પી.એસ.એસ. (ટેકાના ભાવની ખરીદી) યોજના હેઠળ થતી વિવિધ જણસોની ખરીદી ગુજકોમાસોલને આપવા બદલ કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી માનનીય અમિતભાઈ શાહ તેમજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટિલ સાહેબે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ દ્વારા આપણી વિચારધારા વાળા કાર્યકર્તાને કામ કરવાની તક આપવાનો નિર્ણય કરેલ. આજે રાજ્યની ૩૬૦ માંથી ૩૨૬ સંસ્થાઓમાં આ પ્રકારે મેન્ડેટ દ્વારા ચેરમેન, વાઈસ ચેરમેન, તથા બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે વિવિધ સંસ્થાઓમાં કરવામાં આવેલ નિમણુકની વાત કરી હતી. પાટિલ સાહેબના આ નિર્ણયને સૌ સહકારી કાર્યકર્તાઓ એ એકી અવાજે હર્ષભેર સ્વિકારવા બદલ ખુશી વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો.

બાદમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી તેમજ ઉપાધ્યક્ષ બીપીનભાઈ પટેલ (ગોતા)નું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,“આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણી થઇ રહી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી પ્રવૃત્તિ ને વધુ વેગવાન બનાવવા સારૂ “સહકાર થી સમૃદ્ધિ”મંત્ર સાથે અલગથી સહકાર મંત્રાલય બનાવવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અભાર માન્યો હતો.

તેમજ ગુજકોમાસોલ દ્વારા૨૨% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. જે સમગ્ર દેશમાં સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતું સૌથી વધુ ડિવિડન્ડછે. ૨૨% લેખે સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે ડિવિડન્ડ આપી સંસ્થાએ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. તદુપરાંત ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ તેમજ ભાવી આયોજનો વિષે સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ ને અંતે ગુજકોમાસોલના ડીરેક્ટર વાડીલાલભાઈ પોકારે અભાર વિધિ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNCPના અમદાવાદ શહેર પ્રમુખની આગેવાનીમાં દારૂ જુગાર, ડ્રગ્સના અડ્ડાઓ બંધ ના થાય તો જનતા રેડનું આવેદન પત્ર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યું
Next articleરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી મહારાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી