પરિણીતાના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરથી અશ્લીલ ફોટા અને વીડિયો મોકલતો. સ્ત્રી અને નાના બાળકના અવાજમાં કોલ કરીને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતા એક યુવકની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાને અજાણ્યા નંબર પરથી તેના મોબાઈલ પર અશ્લીલ વીડિયો મોકલાયો હતો.
આ જાેઈ ગભરાયેલી પરિણીતાએ તેના પતિને વાત કરી આ નંબર બ્લોક કરી દીધો હતો, જાે કે ત્યારબાદ અલગ અલગ નંબર પરથી મેસેજ અને વીડિયો મોકલવાનું ચાલુ રહ્યું હતું. આ નંબર પર સ્ત્રીના તેમજ નાના બાળકના અવાજમાં વાતો કરી પરિણીતાને હેરાન કરી કાલુપુરની હોટલમાં આવવા દબાણ કરતો હતો.
આ સાથે પરિણીતાના ફોટોનું એડિટિંગ કરી તેને અશ્લીલ બનાવી મોકલતો હતો. આ બાબતે સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપી અજય અરવિંદભાઈ દાતણિયા (ઉં.૩૫ રહે, નવીવડવાળી પોળ, શાહપુર) ને ઝડપી પાડયો હતો. ફરિયાદી મહિલા અને આરોપી એક જ સમાજના હોઈ એકબીજાને ઓળખતા હતા. તેને મળેલા ફોનનું સિમ કાઢીને તે નંબર પરથી પરિણીતાને મેસેજ અને કોલ કરીને પરેશાન કરતો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.