Home મધ્ય ગુજરાત અમદાવાદ ડ્રગ્સ વેચતાં પકડાયેલી મહિલા ડોનનું ગેરકાયદે ઘર તોડી પાડ્યું

ડ્રગ્સ વેચતાં પકડાયેલી મહિલા ડોનનું ગેરકાયદે ઘર તોડી પાડ્યું

44
0

અમદાવાદ મ્યુનિ. મધ્યઝોને વધુ એક કિસ્સામાં નશા સામે બુલડોઝરનું અભિયાન ચાલુ રાખ્યું છે. ડ્રગ્સ સાથે પકડાયેલી અમીનાબીબીના ગેરકાયદે બાંધકામને મ્યુનિ.એ તોડી પાડ્યું હતું. અગાઉ જમાલપુરમાં પણ બુટલેગર અને જુગારધામ ચલાવતા આરોપીનું ગેરકાયદે મકાન મ્યુનિ.એ તોડી પાડ્યું હતું.

મધ્યઝોનમાં મ્યુનિ.એ દરિયાપુરમાં વાણિયા શેરીના નાકે ગેરકાયદે બાંધેલા મકાનને મ્યુનિએ. તોડી પાડ્યું હતું. પોલીસે આ બાબતે મ્યુનિ. પાસે અમીના બીબીના મકાનની કાયદેસરની પૃચ્છા કર્યા બાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવતાં ૧૮૦ ચો.મી.નું ૩ માળનું બાંધકામ તોડી પાડ્યું હતું. નોંધનીય છે કે અમીનાબીબી આ પહેલા અલગ અલગ ગુનામાં ૧૦ વર્ષનો જેલવાસ ભોગવી આવી હતી છતાં પણ તેણે ડ્રગ્સનો કારોબાર ચાલુ રાખ્યો હતો.

આ પહેલા મધ્યઝોનના એસ્ટેટ વિભાગે દારૂ-જુગારનો અડ્ડો ચલાવનાર અને જેનો વીડિયો ફરતો થયા બાદ બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતુ. જેમાં જમાલપુર સિંધીવાડ ખાતેના દારેહરન ફ્લેટને તોડી પાડ્યો હતો. મ્યુનિ. મધ્યઝોન એસ્ટેટે પોલીસ સાથે મળીને આવા અસામાજીક તત્ત્વો ખાસ કરીને નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વો સામે બુલડોઝર અભિયાન ચાલુ કર્યું છે.

તે ઉપરાંત દક્ષિણઝોનમાં મ્યુનિ.એ વટવાના ધ્રુવનગરમાં બાકીના ૩૭ જેટલાં મકાનોના દબાણ દૂર કરીને ૯૦૦ મીટરનો રસ્તો ખૂલ્લો કર્યો હતો. વિરાટનગરમાં પણ મરઘા ફાર્મ રોડ પરની ૨૦ દુકાન, ૪ શેડ તથા ૨૨ ઓટલા અને ૧૨ ક્રોસ વોલ તોડી પાડી ૪૦૦ મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કર્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી
Next articleભરૂચમાં મકાનના વેચાણના ૧૧.૫૦ લાખ મિત્રએ હડપી લીધા