Home મધ્ય ગુજરાત અમદાવાદ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી

37
0

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા એસીબીમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ૧૭ બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.

આ અંગે વિપુલ ચૌધરી અને તેમના સીએની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને એસીબીને સોંપવામાં આવ્યા અને ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો છે. બીજીતરફ વધારાના પુરાવા મેળવવા પોલીસે પુછપરછની કવાયત હાથ ધરી છે.

વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા ૩૦૦ કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું.

વિપુલ ચૌધરી અને તેમના પીએ સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના પીએ શૈલેષ પરીખને એસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જાેવાનું રહ્યું.

અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે તેમની ધરપકડ બાદ અર્બુદા સેનાની સભા યોજવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં કાફેમાં વેપારી પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકીમાંથી ૧.૨૦ લાખ ઉઠાવી ગયો
Next articleડ્રગ્સ વેચતાં પકડાયેલી મહિલા ડોનનું ગેરકાયદે ઘર તોડી પાડ્યું