રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૯૬.૯૯ સામે ૫૮૭૮૯.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૭૨૨.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૩.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૮.૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૨૮.૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૨.૯૫ સામે ૧૭૫૪૩.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૨૧.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૮.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૫૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.ભારતીય શેરબજારમાં આજે ફંડોએ સતત બીજા દિવસે તેજીને વિરામ આપ્યો હતો. વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલમાં ઓપેકનો ઉત્પાદન કાપનો નિર્ણય છતાં અપેક્ષાથી ઓછા ઉત્પાદન ઘટાડાના નિર્ણયે ક્રુડના ભાવ ચાર ડોલર જેટલા ઉછળી આવ્યા બાદ યુરોપ, ચાઈના સહિતમાં મંદીના ફફડાટ વચ્ચે ભાવ ફરી ઘટી આવતાં અને ભારતીય બજારમાં પણ ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થતાં આજે તેજીને વિરામ મળ્યો હતો. સૌથી વધારે ઘટેલા ઓટો, પાવર, યુટીલીટી સેક્ટરના નામ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો ઉછાળે હળવા થયા હતા. અલબત વધેલા બેઝીક મટીરીયલ, ટેલિકોમ અને હેલ્થકેર સેક્ટરના નામ શેરોમાં ફોરેન અને લોકલ ફંડોની સિલેક્ટિવ તેજી જળવાઈ રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો
સેન્સેક્સ, નિફટી બેઝડ અફડાતફડી બાદ સાધારણ નેગેટીવ ઝોનમાં રહ્યા સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરોનું ઉછાળે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, પાવર, યુટીલીટી, બેન્કેકસ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૨ અને વધનારની સંખ્યા ૨૧૩૩ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયા-યુક્રેન યુદ્ધની અસર, ઊંચા ફુગાવા તથા સખત વૈશ્વિક નાણાંકીય સ્થિતિ જેવા પ્રતિકૂળ પરિબળો ભારતની આર્થિક રિકવરીને પટરી પરથી ઊતારે તેવી શકયતા જણાતી નથી. કોરોનાની મહામારી બાદ દેશનું અર્થતંત્ર હાલમાં રિકવરીના પંથે છે, એમ મૂડી’સના રિપોર્ટમાં જણાવાયું હતું. મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસે ભારત માટેના તેના સોવેરિન રેટિંગને સ્ટેબલ આઉટલુક સાથે બીએએ૩ જાળવી રાખ્યું છે. મુખ્ય ક્રેડિટ પડકારોમાં નીચી માથા દીઠ આવક, સરકારના સામાન્ય દેવાબોજ, દેવાની નીચી એફોર્ડિબિલિટી તથા સરકારની મર્યાદિત અસરકારકતાનો સમાવેશ થાય છે. ભારતની ક્રેડિટ પ્રોફાઈલ ઊંચા વિકાસના અવકાશ સાથે જંગી તથા વૈવિધ્યસભર અર્થતંત્ર, મજબૂત બહારી સ્થિતિ તથા સરકારી દેવા માટે ઘરઆંગણે સ્થિર ફાઈનાન્સિંગ સ્તર જેવી મજબૂતાઈઓ દર્શાવે છે. ભારત પાસે ઊંચી માત્રામાં કેપિટલ બફર છે અને વ્યાપક પ્રમાણમાં લિક્વિડિટી ધરાવે છે આને કારણે અર્થતંત્ર તથા નાણાં વ્યવસ્થા વચ્ચેના નેગેટિવ ફીડબેકના જોખમ ઘટી રહ્યા હોવાનું એજન્સીએ વધુમાં જણાવ્યું હતું. મૂડીના જંગી બફર તથા વ્યાપક લિક્વિડિટીને કારણે ભારતની બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ દેશ સામે અગાઉની ધારણાં કરતા ઓછું જોખમ ધરાવે છે. મુડીના જંગી બફર તથા વ્યાપક લિક્વિડિટીને કારણે ભારત હાલમાં કોરોનાની અસરમાંથી બહાર નીકળી આર્થિક રિકવરી કરી રહ્યું છે. ભારતનો આર્થિક વિકાસ દર પોતાની અપેક્ષા કરતા વધુ આવશે તો મૂડી’સ તેના રેટિંગ્સમાં કદાચ વધારો કરશે. જો કે આ માટે ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટમાં સ્થિર વધારો થવો જરૂરી છે. ભારત સરકારનો દેવાબોજ નાણાં વર્ષ ૨૦૨૧માં જીડીપીના ૮૪ ટકા સાથે ટોચ પર રહ્યો હતો તે હવે ઘટી ૮૦ પર સ્થિર થવા શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.