Home ગુજરાત ઉત્તર ગુજરાત બેચરાજી તાલુકાની આશાવર્કર બહેનો હડતાળ પર ઉતરી

બેચરાજી તાલુકાની આશાવર્કર બહેનો હડતાળ પર ઉતરી

50
0

ગુજરાત સરકાર ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓને સરકાર તરફથી અપાયેલા વાયદાઓ પુરા ના કર્યા હોવાથી વિવિધ ખાતાઓના કર્મચારીઓ પોતાના કામથી અળગા રહીને હડતાળ ઉપર ઉતરી વિરોધ કરી રહ્યા છે.

જેમાં મોઢેરા પીએચસી ખાતે બહુચરાજી તાલુકાના ગામડાઓમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ મેડિકલ ઓફિસરને રજૂઆત કરી પોતે હડતાળ પર જવાની જાણ કરી છે.ર્ તેમના જણાવ્યાં મુજબ લઘુતમ વેતન ધારા મુજબ વેતન, ફિક્સ પગાર ધોરણ, વર્ગ-૪ના કર્મચારી તરીકેનો દરજ્જાે, નોકરીનો સમય નક્કી કરવો, ૭ મા પગારપંચ મુજબ લાભ તેમજ એપીએલ – બીપીએલ સમાન ગણવાની માંગણી કરવામાં આવી છે.

તેઓએ જણાવ્યું હતું કે, અમો આશા વર્કર બહેનો આ માંગણીઓ સરકાર સામે ઘણા સમયથી કરી રહી હતી પરંતુ આ બાબતે સરકારે કોઈ જ નિરાકરણ ન કર્યું હોવાથી આ હડતાળ કરવાની જરૂર ઊભી થઈ છે.સરકારની આરોગ્યને લગતી ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી તમામ કામગીરી આશા વર્કર બહેનો કરે છે.

જેમાં આયુષ્માન કાર્ડ, રસીકરણ, નવજાત શિશુ તેમજ તેમની માતાઓને અપાતા સરકારી લાભ જેવા આરોગ્ય ખાતાની વિવિધ યોજનાઓનો અમલ અને તેને લગતી કામગીરી પુરી પાડે છે. ત્યારે આજે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા પીએચસીની આશાવર્કર બહેનો પોતાની વિવિધ માગો સાથે હડતાળ પર ઉતરી ગઈ છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાની વિદ્યાર્થીનીના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
Next articleમહેસાણાના સવાલામાં ૧૭૦થી વધુ મરેલા મરધા રસ્તા પર ફેંકી દેવાયા