Home ગુજરાત ઉત્તર ગુજરાત મહેસાણાના સવાલામાં ૧૭૦થી વધુ મરેલા મરધા રસ્તા પર ફેંકી દેવાયા

મહેસાણાના સવાલામાં ૧૭૦થી વધુ મરેલા મરધા રસ્તા પર ફેંકી દેવાયા

31
0

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે રોડ ઉપર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સવાલા ગામના રોડ નજીક કેટલાક શ્વાન મૃત મરઘાને લઈ દોડતા હોવાની જાણ સવાલા ગ્રામ પંચાયતને થતા વિસનગર પશુપાલન વિભાગ પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત પટેલ સહિત જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડોક્ટર વિનોદ મકવાણા સહિત સભ્યની ટીમ ઘટના સ્તરે દોડી આવી હતી.

આ બનાવ સ્થળે પહોંચી રોડની બાજુમાં પડેલા મૃત મરઘા પૈકી બે મરઘાના સેમ્પલ લઇ ભોપાલ ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે રોડ ઉપર પડેલા ૧૭૦ થી વધુ મૃત મરઘાને એકત્રિત કરીને રોડની સાઈડમાં ખાડામાં દાટવામાં આવ્યાં હતા.

પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સવાલા ખાતે મરઘાનો વેપાર કરતાં વેપારી દ્વારા વેપાર માટે આ મરઘા મંગાવ્યા હતા. જાેકે, ગાડીનો અકસ્માત થવાથી મરઘા મરી ગયા હતા. આ અકસ્માતમાં મરણ પામેલા મરઘાનું યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાએ સવાલા ખાતે રોડની સાઈડમાં નાખવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે ૧૭૦ થી વધારે મૃત મરઘા રોડ નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. જેને લઈ ભારે ચકચાર જાગી હતી. આ મામલે સ્થાનિક લોકોએ જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતા મહેસાણા પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત મરઘા પૈકી બે મરઘાના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતા.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેચરાજી તાલુકાની આશાવર્કર બહેનો હડતાળ પર ઉતરી
Next articleવિદ્યાનગરની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી