Home વ્યાપાર જગત - BUSINESS વિદેશી રોકાણકારોની નફારૂપી વેચવાલી અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં નફારૂપી...

વિદેશી રોકાણકારોની નફારૂપી વેચવાલી અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૨૩૪.૭૭ સામે ૫૩૫૦૧.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૦૫૪.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૧.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૦.૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૧૩૪.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૬.૯૫ સામે ૧૫૮૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૫૨.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૬૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ અનિશ્ચિતતાના દોર કાયમ રહીને એક તરફ વૈશ્વિક ફુગાવા – મોંઘવારીના સંકટ અને ઊંચા વ્યાજ દરની સ્થિતિ અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત હોવા છતાં પરિસ્થિતિ હજુ અનિશ્ચિત બની રહી છે જેના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી અફડાતફડીના અંતે ઉછાળે વેચવાલી જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ભારતીય બજારોમાં ગત સપ્તાહમાં ફોરેન ફંડો હજુ ભારતીય શેરબજારમાં સતત નેટ વેચવાલ બની રહ્યા છે. લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી કોર્પોરેટ પરિણામોમાં ચિંતા વ્યક્ત કરવા લાગી છે. રૂપિયાના ઘસારા અને ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારોના એકતરફા આઉટફ્લોને પગલે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોએ અફડાતફડી મચાવી અંતે નરમાઈ બતાવી હતી. પાવર, યુટિલિટીઝ, મેટલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં તેજી સામે યુટિલિટીઝ, આઇટી, ટેક, બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૭૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ મિડ કેપ શેરોમાં ઘટાડા સામે સ્મોલ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૪૮ લાખ કરોડ વધીને રૂ.૨૪૫.૭૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, મેટલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૭ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચીનને બાદ કરતા એશિયાની કેટલીક મોટી બજારોમાંથી જુન ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક ફન્ડોનો જંગી આઉટફલોઝ જોવા મળ્યો છે. આ અગાઉની બજારની કટોકટી કરતા પણ વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકનો આઉટફલોઝ ઊંચો રહ્યો હતો. એશિયાની સાત પ્રાદેશિક ઈક્વિટી બજારોમાંથી વૈશ્વિક ફન્ડોએ જુન ત્રિમાસિકમાં અંદાજીત નેટ ૪૦ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે એટલું જ નહીં વધુ આઉટફલોઝ જોવા મળવા પણ સંભવ છે. સૌથી વધુ વેચાણ ટેકહેવી તાઈવાન તથા દક્ષિણ કોરિયા અને ઊર્જા આયાત પર આધારિત ભારતમાં જોવા મળ્યું છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડોનેશિયાના બોન્ડસમાંથી પણ નાણાં પાછા ખેંચી લીધા છે. ભારે જોખમ સાથેની બજારોમાંથી વિદેશી રોકાણકારો નાણાં પાછા ખેંચી રહ્યા છે. ઊંચા ફુગાવા તથા કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં આક્રમક વધારાએ વૈશ્વિક વિકાસ માટેના આઉટલુકને નબળું પાડયું છે. 

અમેરિકામાં મંદીનો ભય તથા યુરોપમાં પૂરવઠા સાંકળમાં ખલેલ તથા વૈશ્વિક અર્થતંત્રમાં ચીન હજુ સંપૂર્ણ રિકવર થયું ન હોય જે વિદેશી રોકાણકારો માટે વેચવાલીના કારણો બની રહ્યા છે. જુન ત્રિમાસિકમાં એશિયાના જે દેશોમાંથી વિદેશી રોકાણકારોનો આઉટફલોઝ રહ્યો હતો તેમાં ભારત, ઈન્ડોનેશિયા, કોરિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન તથા થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ભારતીય બજારમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની છેલ્લા ૧૨ મહિનામાં વેચવાલી અંદાજીત રૂ.૨ લાખ કરોડને વટાવી ગઇ છે, જે વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક કટોકટી પછીની સૌથી વધારે વેચવાલી છે. વિદેશી રોકાણકારોની વેચવાલીમાં બેન્કિંગ અને આઇટી સ્ટોક્સનો હિસ્સો ૯૦%થી પણ વધારે રહ્યો છે. વિદેશી રોકાણકારોએ બેન્કિંગ સેક્ટરના રૂ.૧.૧ લાખ કરોડથી વધારે અને આઇટી સેક્ટરના રૂ.૭૬,૦૦૦ કરોડથી વધારે મૂલ્યના સ્ટોક્સ વેચ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field