Home દેશ - NATIONAL IPL GT Vs RCBની મેચમાં ગેરવર્તણૂક બદલ મેથ્યુ વેડને મળ્યો ઠપકો

IPL GT Vs RCBની મેચમાં ગેરવર્તણૂક બદલ મેથ્યુ વેડને મળ્યો ઠપકો

80
0

(જી.એન.એસ),તા.૨૧
નવીદિલ્હી
ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આઈપીએલ મેચમાં ગુજરાતના બેટ્સમેન મેથ્યુ વેડને આઉટ આપવાના નિર્ણયની ચોતરફ ચર્ચા થઈ રહી છે. મેથ્યુ વેડને ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ડીઆરએસ લેવાતા તેમાં પણ નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવતા વેડ રોષે ભરાયો હતો. તેણે ડ્રેસિંગરૂમમાં જઈને હેલ્મેટ ફેંકી હતી અને બેટ પછાડ્યું હતું. મેથ્યુ વેડને આ ગેરવર્તણૂક બદલ દોષી ઠેરવતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. આઈપીએલના કોડ ઓફ કન્ડક્ટના અનુચ્છેદ 2.5 અંતર્ગત પ્રથમ સ્તરના ગુના બદલ તેને ઠપકો આપવામાં આવ્યો હતો. જો કે આમાં વેડ દ્વારા કઈ શિસ્તનું ઉલ્લંઘન કરાયું તેની સ્પષ્ટતા કરવામાં આવી નહતી. ઉલ્લેખનીય છે કે મેક્સવેલની ઓવરમાં વેડને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીઆરએસમાં પણ અલ્ટ્રા એજ નહીં જણાતા ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવતા વેડને આઉટ જાહેર કરાયો હતો. આ નિર્ણય બદલ આરસીબીના ખેલાડી વિરાટ કોહલીએ પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. વેડને પાક્કો અંદાજ હતો કે પહેલા બેટને બોલ સ્પર્શ્યો છે જેથી તેણે ડીઆરએસ લીધું હતું પરંતુ નિર્ણય તેના પક્ષમાં આવ્યો નહતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન આ કારણથી રોષે ભરાયો હતો અને કંઈક બબડતા ગ્રાઉન્ડ છોડતો જણાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘The Kashmir Files’ પહેલાં અઠવાડિયે જ લાખો વ્યૂઝ સાથે OTT પર ધૂમ મચાવી
Next articleચેન્નાઈનો આભાર માન્યા વગર ક્રિકેટ રમવાનું બંધ કરી દઉં તેવું હું ના વિચારી શકું : મહેન્દ્ર સિંહ ધોની