Home દેશ - NATIONAL દિલ્હીના ત્રણેય કોર્પોરેશનના વિલયનું નોટિફિકેશન હજુ તો જાહેર કર્યું અને તેવામાં…….

દિલ્હીના ત્રણેય કોર્પોરેશનના વિલયનું નોટિફિકેશન હજુ તો જાહેર કર્યું અને તેવામાં…….

58
0

(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી
દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો 22 મેથી વિલય થઈ જશે. તેવું ગૃહ મંત્રાલયનું કહેવું છે કે હજુ તો અહી તો દિલ્હીના ત્રણેય કોર્પોરેશનના વિલયના નોટીફીકેસન જાહેરાત તો શું થઇ કે એવામાં અહી તો ચાલુ સત્તા પર બેઠેલી પાર્ટીએ અન્ય પાર્ટી પર પ્રહારો ચાલુ કરી દીધા અને આવામાં હજુ કઈ બીજું વિચારે તે પહેલા તો પ્રહારો તો જાણે વરસાદ વરસવા તૈયાર જ હોય તેવું લાગી રહ્યું છે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. દિલ્હી મહાનગર પાલિકા (સંશોધન) બિલ, 2022ને સંસદે એપ્રિલમાં મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની ગયો હતો. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. ત્રણેય કોર્પોરેશનને એક કરવાના નિર્ણયને લઈને દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી ભાજપ પર નિશાન સાધતી રહે છે. તેનું કહેવું છે કે ભાજપે એમસીડી ચૂંટણીમાં હારના ડરથી કોર્પોરેશનનો વિલય કર્યો છે. પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે- 15 વર્ષથી ભાજપ દિલ્હી કોર્પોરેશન (એમસીડી) માં સત્તામાં છે અને પૈસા લઈ રહી છે. 18 મેએ તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. શું તમારી પાસે આટલો મોટો નિર્ણય (બુલડોઝરની કાર્યવાહી) કરવાનો બંધારણીય અધિકાર છે? ચૂંટણી થવા દો અને જીતનારી પાર્ટીને નિર્ણય કરવા દો. બધાને ખ્યાલ છે કે એમસીડીમાં આપ જ આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરતા પહેલા જ દાવાઓ લગાવવાના થયા ચાલુ
Next articleઅભૂતપૂર્વ સંકટ છે શ્રીલંકાનો કે પેટ્રોલ ભરેલું જહાજ ઉભું છે પણ પૈસા નથી ચુકવણી કરવા માટે