Home દેશ - NATIONAL જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરતા પહેલા જ દાવાઓ લગાવવાના થયા...

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરતા પહેલા જ દાવાઓ લગાવવાના થયા ચાલુ

51
0

(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસી કોર્ટમાં સરવેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ માટે કોર્ટ કમિશનરે 70 પેજનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં 2500 કરતા વધુ તસવીરો સામેલ છે. જો કે આ બધા વચ્ચે પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ લીક થયો છે. સરવે રિપોર્ટમાં અજય મિશ્રાએ દાવો કર્યો છે કે જ્ઞાનવાપી પરિસરમાં ઉત્તરથી પશ્ચિમ દીવાલના ખૂણામાં જૂના મંદિરનો કાટમાળ મળી આવ્યો છે. જેના પર દેવી દેવતાઓની કલાકૃતિ કોતરાયેલી હતી. આ ઉપરાંત ઉત્તરથી પશ્ચિમ તરફ જતા વચ્ચે પથ્થર પર શેષનાગની કલાકૃતિ અને નાગફેણ જેવી આકૃતિઓ જોવા મળી છે. વાત જાણે એમ છે કે પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી કોર્ટના આદેશ પર 6 મે અને 7મે નારોજ જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કર્યો હતો. જો કે બાદમાં વિરોધના પગલે આ સરવે રોકવો પડ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ પક્ષે કોર્ટ પાસે તેમને હટાવવાની માગણી કરી હતી. જો કે કોર્ટે તેમને હટાવવાની ના પાડી હતી. પરંતુ સાથે સાથે વિશાલ સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. કોર્ટે 17મી મે સુધીમાં સરવે પૂરો કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. અજય મિશ્રાએ હવે 6 અને 7મી મેના રોજ કરેલા સરવેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. તે સમયે તેઓ એકલા જ કોર્ટ કમિશનર હતા. આ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ ડેટા કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. રિપોર્ટમાં જે ઉલ્લેખ કરાયો છે તે મુજબ 6 મેના રોજ કરાયેલા સરવે દરમિયાન બેરિકેડિંગની બહાર ઉત્તરથી પશ્ચિમ દીવાલના ખૂણામાં જૂના મંદિરોનો કાટમાળ મળ્યો. જેના પર દેવી-દેવતાઓની કલાકૃતિ કોતરાયેલી હતી અને અન્ય પથ્થરોના પટ્ટા હતા જેના પર કમલની આકૃતિ જોવા મળી. પથ્થરો ઉપર પણ કેટલીક કલાકૃતિઓ આકારમાં સ્પષ્ટ રીતે કમળ અને અન્ય આકૃતિઓ હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે ઉત્તર પશ્ચિમના ખૂણા પર ગિટ્ટી સીમેન્ટથી ચબૂતરા પર નવું નિર્માણ જોઈ શકાય છે. ઉપરોક્ત તમામ શિક્ષાપટ્ટ અને આકૃતિઓની વીડિયોગ્રાફી કરવામાં આવી. ઉત્તરથી પશ્ચિમ તરફ જતા મધ્ય શિલાપટ્ટ પર શેષનાગની કલાકૃતિ, નાગફેણ જેવી આકૃતિ જોવા મળી. શિલાપટ્ટ પર સિંદૂર રંગની કલાકૃતિઓ પણ જોવા મળી. શિલાપટ્ટ પર દેવ વિગ્રહ, જેમાં ચાર મૂર્તિઓની આકૃતિ બનેલી છે. જેના પર સિંદૂર કલર લાગેલો છે. ચોથી આકૃતિ પણ મૂર્તિ જેવી લાગી રહી છે તેના પર સિંદૂરનો મોટો લેપ કરેલો છે. તમામ શિલાપટ્ટ લાંબા સમયથી જમીન પર પડેલા હોય તેવું લાગે છે. પ્રથમ દ્રષ્ટિએ કોઈ મોટા ભવનના ખંડિત અંશ નજરે ચડે છે. રિપોર્ટ મુજબ બેરિકેડિંગની અંદર મસ્જિદની દીવાલ વચ્ચે કાટમાળનો ઢગલો છે. આ પથ્થરો પણ તેનો જ હિસ્સો લાગી રહ્યો છે. તેના પર ઉભરેલી કેટલીક કલાકૃતિઓ મસ્જિદની પાછળ પશ્ચિમ દીવાલ પર ઉભરેલી કલાકૃતિઓ જેવી દેખાય છે. અજય મિશ્રાના લીક થયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે સરવે દરમિયાન તેમણે વાદીઓ અને તેમના વકીલોને પૂછ્યું કે શું વિવાદીત સ્થળના પશ્ચિમી દીવાલની બેરિકેડિંગની બહાર સિંદૂરવાળી 3-4 આકૃતિઓ અને ફ્રેમ જેવો શિલાપટ્ટ શ્રૃંગાર ગૌરી છે કે નહીં. જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે આ શ્રૃંગાર ગૌર મંદિરની ફ્રેમના અવશેષ છે. જ્ઞાનવાપી પરિસરમાં દીવો રાખવા માટે પણ જગ્યા છે. તેમની કલાકૃતિઓના પ્રતિકને જ હાલ શ્રૃંગાર ગૌરી માનીને પૂજા કરાય છે. કારણ કે બેરિકેડિંગની અંદર જવા પર પ્રતિબંધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસની લિયોની તેના ફેન્સની સોશિયલ એક્ટિવિટીઝથી ફિદા
Next articleદિલ્હીના ત્રણેય કોર્પોરેશનના વિલયનું નોટિફિકેશન હજુ તો જાહેર કર્યું અને તેવામાં…….