Home દેશ - NATIONAL ધર્મશાળામાં ભાજપના કાર્યક્રમમાં રાહુલ દ્રવિડ સામેલ થશે

ધર્મશાળામાં ભાજપના કાર્યક્રમમાં રાહુલ દ્રવિડ સામેલ થશે

44
0

(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી
ભાજપ શાસિત હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે ભાજપ પણ કાર્યશીલ છે. રાહુલ દ્રવિડને આ કાર્યક્રમમાં સામેલ કરીને ભાજપ યુવાઓને આકર્ષવા ઈચ્છે છે. હવે આ તમામ કવાયત જાેતા એવી અટકળોએ જાેર પકડ્યું છે કે શું રાહુલ ગાંધી ભાજપમાં જાેડાઈ રહ્યા છે? હિમાચલની ૬૮ વિધાનસભા બેઠકો માટે વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે જ્યારે કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે આગામી વર્ષે ચૂંટણી થશે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ નવા નવા લોકો વિવિધ રાજકીય પક્ષોમાં જાેડાય અને પક્ષપલટો પણ થતો જાેવા મળે છે. હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ધર્મશાળામાં ૧૨થી ૧૫મી મે સુધી ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું આયોજન કરાયું છે. જેમા અનેક મોટી હસ્તીઓ સામેલ થાય તેવી સંભાવના છે. મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. જેને લઈને એવી અટકળો થઈ રહી છે કે તેમના થકી હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ યુવાઓના મત સાધવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થવાના છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે તેમ ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેરિયાએ જણાવ્યું. ભાજપના આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ થવાના છે. આ મુદ્દે વિશાલ નહેરિયાએ જણાવ્યું કે તેમની સફળતાને લઈને યવાઓને સંદેશો અપાશે કે રાજકારણ જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા
Next articleભગવંત માન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે : સિદ્ધુ