Home દુનિયા - WORLD યુક્રેન પર કબજો જમાવાની ઘેલછામાં દરેક નિયમોને પડતા મુકી રહ્યું છે રશિયા

યુક્રેન પર કબજો જમાવાની ઘેલછામાં દરેક નિયમોને પડતા મુકી રહ્યું છે રશિયા

73
0

(જી.એન.એસ),તા.૦૮
યુક્રેન
દરેક યુદ્ધના કેટલાક નિયમો હોય છે અને આ નિયમો જીનીવા સંધિ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જીનીવા સંમેલન સાથે અન્ય આંતરરાષ્ટ્રીય કરારો પણ છે, જેમાં યુદ્ધના મેદાનમાં પણ કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં, યુદ્ધના સમયમાં નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ નિયમો અનુસાર યુદ્ધમાં નાગરિકોને નિશાન બનાવવું જોઈએ નહીં, તેમના પર કેમિકલ, બાયોવેપન કે અન્ય કોઈ પ્રતિબંધિત હથિયારથી હુમલો ન કરવો જોઈએ. યુદ્ધના મેદાનમાં ઘાયલ અને બીમાર લોકોની સંભાળ લેવી જોઈએ. પરંતુ હાલ રશિયા યુક્રેન પર કબજો કરવાની ઘેલછામાં દરેક નિયમોને નેવે મુકી રહ્યું છે. આ સિવાય દુશ્મન દેશનો સૈનિક પકડાય તો પણ તેની સાથે બર્બરતાભર્યું વર્તન કરી શકાતું નથી. તેની પાસે પ્રિઝનર ઑફ વૉર હેઠળ પણ અધિકારો છે. જ્યાં સુધી નરસંહારનો સંબંધ છે, તે એક ચોક્કસ યુદ્ધ અપરાધ છે, જે મુજબ જો કોઈ ચોક્કસ દેશ, જાતિ અથવા ધાર્મિક આધાર પર એક સાથે અનેક લોકોની હત્યા કરવામાં આવે તો તેને નરસંહાર કહેવામાં આવે છે. યુક્રેને રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ લગાવ્યો છે, પરંતુ મોસ્કો આવા આરોપોને નકારે છે. હવે સવાલ એ છે કે યુદ્ધ અપરાધનો નિર્ણય કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે, યુદ્ધ અપરાધોના કેસોની તપાસ અને પકડવાના ચાર રસ્તા છે. આ કાર્યવાહી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા થઈ શકે છે. બીજો વિકલ્પ એ છે કે યુનાઈટેડ નેશન્સ તેના તપાસ કમિશનથી આગળ વધે અને હાઈબ્રિડ ઈન્ટરનેશનલ વોર ક્રાઈમ ટ્રિબ્યુનલ બનાવવા માટે કામ કરે. નાટો, યુરોપિયન યુનિયન અને યુએસ મિલિટરી ટ્રિબ્યુનલ જેવા સંબંધિત પક્ષોની મદદથી આ કરી શકાય છે. આ સિવાય યુદ્ધ ગુનેગારો સાથે વ્યવહાર કરવા માટે કેટલાક દેશોના પોતાના અલગ કાયદા છે. જર્મની પહેલાથી જ તેના કાયદા અનુસાર પુતિનની તપાસ કરી રહ્યું છે. જોકે અમેરિકામાં આવો કોઈ કાયદો નથી. બીજી તરફ ઈન્ટરનેશનલ કોર્ટની વાત કરીએ તો રશિયા તેને માન્યતા આપતું નથી. બીજી તરફ, કોઈપણ દેશ આ કોર્ટના નિર્ણયને સ્વીકારવા માટે પણ બંધાયેલો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field