Home દુનિયા - WORLD દેશને બરબાદ કરનાર માણસથી લોકોએ છુટકારોથી હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા...

દેશને બરબાદ કરનાર માણસથી લોકોએ છુટકારોથી હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું’ : નવાઝ શરીફ

75
0

(જી.એન.એસ),તા.૦૮
ઇસ્લામાબાદ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ગુરુવારે નેશનલ એસેમ્બલીને પુન:સ્થાપિત કરવાના પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નેશનલ એસેમ્બલી ભંગ કરવાના સરકારના નિર્ણયને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો છે. ઈમરાન ખાન પર કટાક્ષ કરતા શરીફે કહ્યું કે પાકિસ્તાનના લોકો અલ્લાહનો આભાર માની રહ્યા છે, કારણ કે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઉપરાંત તેણે કહ્યું કે, કટોકટીમાં ફસાયેલા વડાપ્રધાને લોકોને ભૂખમરાની આરે લાવ્યા હતા. નવાઝ શરીફે લંડનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘હું દેશના તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું. દેશને બરબાદ કરનાર માણસથી લોકોએ છુટકારો મેળવ્યો છે. તેણે સામાન્ય લોકોને ભૂખમારામાં ધકેલ્યા છે. આજે ડોલર 200 રૂપિયા પર પહોંચી ગયો છે અને દેશમાં વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઉપરાષ્ટ્રપતિ કાસિમ સુરીએ વિદેશી ષડયંત્રનું બહાનું બનાવીને ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. એવી માહિતી છે કે ઈમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જો અવિશ્વાસ પ્રસ્તાવ પર ઈમરાન વિરુદ્ધ મતદાન થયું હોત તો તેમનું સત્તા છોડવાનું લગભગ નિશ્ચિત હતું. જોકે, કોર્ટે સૂરીના નિર્ણયને રદ કર્યો હતો. આ સાથે સંસદ ભંગ કરીને ફરીથી ચૂંટણી કરાવવાના ઈમરાનના નિર્ણયને પણ ‘ગેરબંધારણીય’ ગણાવ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે આ મામલાની સુનાવણી કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય બંધારણ અને કાયદા બંનેની વિરુદ્ધ છે. તેમજ તેની કોઈ કાયદાકીય અસર પણ ન હતી. આથી તે રદ કરવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે સવારે 10 વાગ્યે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો આદેશ આપ્યો છે. જેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ શકે. જો તે પસાર થશે, તો નવા વડા પ્રધાનની પસંદગી કરવામાં આવશે. 342 સભ્યોના ગૃહમાં વિપક્ષને 172 સભ્યોની જરૂર છે, પરંતુ તેઓએ તેનાથી પણ વધુ સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બની શકે છે, જે અવિશ્વાસ પ્રસ્તાવમાંથી બહાર ફેંકાઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકોએ જસ્ટિન બીબરના લૂકની ખૂબ જ મજાક ઉડાવી
Next articleયુક્રેન પર કબજો જમાવાની ઘેલછામાં દરેક નિયમોને પડતા મુકી રહ્યું છે રશિયા