Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૧૧.૭૪ સામે ૬૦૭૮૬.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૦૬૭.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૮.૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૫.૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૧૭૬.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૯૮.૨૦ સામે ૧૮૧૬૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૯૦.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૯૬.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારતીય શેરબજારમાં બેકિંગ – ફાઈનાન્સ જાયન્ટ એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકનું મેગા મર્જરની જાહેરત બાદ બેંકિંગ – ફાઈનાન્સ શેરોની આગેવાની અનેઅન્ય દેશોની તુલનાએ ભારતમાં રોકાણ સુરક્ષિત હોવાની ગણતરીએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતીય શેરબજારોમાં ફરી મોટાપાયે ખરીદી શરૂ કરતા સોમવારે તેજી જોવા મળી હતી, જો કે આજે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે ચાઈનામાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધતાં કોમોડિટીઝ સપ્લાય સાઈકલ ફરી ખોરવાઈ જવાના ભય અને યુક્રેન – રશિયા યુદ્વ કેમિકલ અથવા ન્યુક્લિયર વોરમાં પરિણમવાના ઊભા થયેલા જોખમ અને યુદ્વના ચાલતાં વૈશ્વિક ક્રુડઓઈલની અછતની પરિસ્થિતિ સર્જાવાના ભયે અને ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો કરાતાં મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠશે એવા સંકેત અને અર્થતંત્ર પરની ભીંસમાં વધારો થવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પણ ઘટવાના અંદાજોએ ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. પાવર, યુટીલિટીઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં પસંદગીની લેવાલી સામે બેન્કેક્સ, ફાઈનાન્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૪ અને વધનારની સંખ્યા ૨૩૪૭ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાકાળમાંથી ઝડપથી રિકવર થતા ભારતીય અર્થતંત્રમાં હવે સુસ્તી જોવા મળી રહી છે. કાચા માલની પડતર વધવાની સાથે હવે આગામી સમયની રિકવરીની આશાઓ નબળી પડતી જોવા મળી રહી છે. તાજેતરના સર્વેમાં માર્ચ મહિનામાં ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં નરમાઈ જોવા મળી છે. પીએમઆઈના આંકડા અનુસાર માર્ચ, ૨૦૨૨માં ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ સાત મહિનાના તળિયે પહોંચી છે. S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ફેબ્રુઆરી માસના ૫૪.૯ની સામે માર્ચ માસમાં ૫૪.૦ રહ્યો છે. અહેવાલ મુજબ માર્ચના આંકડા સપ્ટેમ્બર ૨૦૨૧ પછી ઉત્પાદન અને વેચાણમાં સૌથી નબળી વૃદ્ધિ દર્શાવે છે. જોકે એકંદરે ઓપરેટિંગ પરિસ્થિતિઓ સતત નવમા મહિના સુધી સુધરી રહી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંતે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ નબળી પડી છે અને કંપનીઓએ નવા ઓર્ડર અને ઉત્પાદનમાં મંદીની આશંકાઓ વ્યકત કરી છે. આ સમયગાળા દરમિયાન કેમિકલ, એનર્જી, કાપડ, ખાદ્યપદાર્થો અને મેટલ જેવા ક્ષેત્રોમાં કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં રિકવરી મંદ પડી રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ક્રૂડની અગનજ્વાળામાં આશંકાઓ બજારમાં ઘર કરી ગઈ છે. કંપનીઓ ખુદ પ્રાઈસિંગ પ્રેશરનો સામનો કરી રહી છે અને આગામી સમયમાં ભાવવધારા અંગે પોતે જ ચિંતિત છે. તેને કારણે જ બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેકસ બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું છે. જોકે સારા પાસાં તરફ નજર કરીએ તો ઉત્પાદન એકમોએ ચાર મહિનામાં પ્રથમ વખત હેડકાઉન્ટમાં વધારો કર્યો છે. જોકે ભારે ઉથલપાથલ ભરેલ આ સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ છેલ્લા એક દાયકા એટલેકે ૨૦૧૧-૧૨ પછીનું શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field