રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૯૫.૬૮ સામે ૫૭૮૦૧.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૦૦.૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૫.૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૩.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૩૬૨.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૪૨.૮૦ સામે ૧૭૨૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૯૬.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૧૬.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ યુક્રેન – રશિયા યુદ્વ વચ્ચે વિશ્વમાં એનજી – ગેસ અને ક્રુડ ઓઈલ પુરવઠાની ખેંચ શરૂ થવાના અને રશિયાએ તેના ગેસ સપ્લાય માટે રૂબલમાં ચૂકવણી કરવાનો આગ્રહ રાખતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલ અને ગેસના ભાવોમાં તેજી પાછળ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે ઓફલોડિંગ વધતું જોવાયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ૧૨૨ ડોલર અને અને નાયમેક્ષ ક્રુડના ૧૧૫ ડોલર પહોંચી જતાં ભારત માટે આર્થિક મોરચે પડકારોનો સામનો કરવાના સ્પષ્ટ સંકેત સાથે આજે ફંડોએ કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને આઈટી – ટેક કંપનીઓના શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કર્યું હતું. જ્યારે રિયલ્ટી, યુટિલિટીઝ, પાવર, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પસંદગીની લેવાલી કરી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ હવે આગામી સપ્તાહમાં વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, ઈન્વેસ્ટરોએ આજે સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારાને લઈ મોંઘવારી ભડકે બળવાના એંધાણ વચ્ચે આજે ફંડોની શેરોમાં ઉછાળે વેચવાલી રહી હતી. વૈશ્વિક બજારોમાં આજે એશીયામાં મજબૂતી સાથે યુરોપના બજારોમાં તેજી રહી હતી. સેન્સેક્સ, નિફટી ફ્યુચર આજે ઈન્ટ્રા-ડે પોઝિટીવ ઝોનમાં રહ્યા બાદ ઉચાળે પ્રોફિટ બુકિંગ થતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાએ શેરોમાં ઓફલોડિંગે ભારતીય શેરબજાર ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી વચ્ચે રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૬૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૯.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, યુટિલિટીઝ, પાવર, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૮ અને વધનારની સંખ્યા ૧૨૫૬ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન કેલેન્ડર વર્ષમાં ઊભરતી બજારોમાં સૌથી વધુ ઈક્વિટી આઉટફલોઝ ભારતમાંથી થયો છે. વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં કુલ ૧૪.૫૦ અબજ ડોલરના આઉટફલોઝમાંથી ૧૪ અબજ ડોલરનો આઉટફલોઝ ઈક્વિટીમાં રહ્યાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. દરેક વિકસિત દેશો અને ઊભરતી બજારોની સરખામણીએ ભારતની ઈક્વિટીઝનું વેલ્યુએશન ઘણું જ ઊૅંચુ છે. આને કારણે જ અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતમાંથી ઈક્વિટીઝમાં નોંધપાત્ર આઉટફલોઝ જોવાયો છે. ભારતની ઈક્વિટીઝની સરખામણીએ ઋણ સાધનોના મૂલ્યાંકન વ્યવહારુ રહ્યા છે. જો કે ક્રુડ તેલના ઊંચા ભાવ તથા રશિયા – યુક્રેન તંગદિલી અને પ્રમાણમાં નીચા વ્યાજ દરને જોતા ભારતમાં નજીકના ભવિષ્યમાં ઋણ બજારમાં ઈન્ફલોઝ જોવા મળવાની શકયતા ઓછી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈક્વિટીઝ તરફના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષમાં સ્થાનિક રોકાણકારોનું ઈક્વિટીઝમાં ઈન્વેસ્ટમેન્ટસ વધીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેફરિસના તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, માર્ચ ૨૦૨૨માં ભારતીય પરિવારોની કુલ એસેટસમાંથી ૪.૮૦% એસેટસ ઈક્વિટીઝમાં રહેલી છે, જે માર્ચ ૨૦૨૧માં ૪.૩૦% હતી. વર્ષ ૨૦૨૦માં દેશના પરિવારોએ તેમની એસેટસમાંથી ઈક્વિટીઝમાં ૨.૭૦%ની ફાળવણી કરી હતી તેની સરખામણીએ હાલનો આંક ૫૭% વધુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.