રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૮૯.૩૦ સામે ૫૮૧૯૮.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૫૬૮.૫૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૪.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૮૪.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૨.૮૦ સામે ૧૭૪૪૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૪.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૫૫.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક ક્રુડ તેલના ભાવમાં ફરી વધારો, યુક્રેન કટોકટી ચાલુ રહેતા અને સ્થાનિક સ્તરે પેટ્રો – ડીઝલના ભાવમાં વધારાને કારણે ભારતીય શેરબજાર ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. રશિયા – યુક્રેન તંગદિલી ઓછી થવાના સંકેત હજુ મળતા નહીં હોવાથી રોકાણકારોમાં સાવચેતીનું વલણ રહ્યું હતું. યુક્રેન – રશિયા યુદ્વના ચાલતાં એક તરફ રશિયા પર અમેરિકા, યુરોપના દેશોના પ્રતિબંધોને લઈ રશિયાની હાલત કફોડી બનવા લાગી હોઈ રશિયા દ્વારા પોતાનું ક્રુડ ઓઈલ ભારતના સસ્તું વેચવાના થઈ રહેલા પ્રયાસ અને બીજી તરફ રશિયા દ્વારા ચાઈના પાસેથી શસ્ત્રો ખરીદવાના પ્રયાસ વચ્ચે અમેરિકા દ્વારા ચાઈના પર પ્રતિબંધોના સંકેત વચ્ચે અમેરિકી બજારોમાં ચાઈનીઝ કંપનીઓના શેરોમાં હેમરીંગ અને ચાઈના, હોંગકોંગ સહિતને કોરોનાની ચોથી લહેર ઘેરી રહી હોઈ ચાઈનાએ ૪.૫૦ કરોડ જેટલો લોકોને લોકડાઉનમાં રહેવા ફરજ પાડતાં આ ચોથી લહેરના ફફડાટે વૈશ્વિક મંદીની શકયતાએ આજે વૈશ્વિક શેરબજારમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ઉંચા મથાળે ઓફલોડિંગ કરતાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, સીડીજીએસ, રિયલ્ટી, એફએમસીજી ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૬ અને વધનારની સંખ્યા ૧૪૧૭ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૦.૦૫ લાખ કરોડ રહ્યું હતું.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રશિયા – યુક્રેન યુદ્ધ વકરવાને પરિણામે ક્રુડ તેલના ભાવમાં આવેલી મક્કમતાની ભારતના આર્થિક વિકાસ દર પર પ્રતિકૂળ અસર તોળાઈ રહી છે. આગામી નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ફીચ રેટિંગ્સ ૧૮૦ બેઝિસ પોઈન્ટસ ઘટાડી ૮.૫૦% કર્યો છે. ફુગાવામાં વધારો દેશના અર્થતંત્ર પર અસર કરશે. જો કે વર્તમાન નાણાં વર્ષ માટેના જીડીપી અંદાજમાં ૬૦ બેઝિસ પોઈન્ટ વધારી ૮.૭૦% કરાયો હોવાનું ફીચ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. કોરોનાની ત્રીજી લહેરની ભારતીય અર્થતંત્ર પર ખાસ અસર નહીં પડતા ફીચે વર્તમાન નાણાં વર્ષ માટેના તેના ડિસેમ્બરના અંદાજમાં વધારો કર્યો છે. ઓમિક્રોન વાઈરસની ગંભીર પ્રતિકૂળ અસર જોવા મળી નહોતી. આગામી નાણાં વર્ષ માટેના ફીચના અંદાજ રિઝર્વ બેન્કના ૭.૮૦% કરતા વધુ છે. આગામી નાણાં વર્ષ માટે ભારતના જીડીપી અંદાજમાં ઘટાડો વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડા તરફી ફેરબદલના ભાગરૂપ આવી પડયો છે. વર્ષ ૨૦૨૨ માટે વૈશ્વિક જીડીપી અંદાજ ૪.૨૦% પરથી ઘટાડી ૩.૫૦% કરાયો છે. વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર ૨.૮૦% રહેવા વકી છે જે અગાઉ ૩% રહેવા અંદાજ મુકાયો હતો.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વૈશ્વિક સ્તરે કોમોડિટીઝના ભાવ ખાસ કરીને ઊર્જાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ફુગાવો બે દાયકાની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે, ફીચના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે પૂરવઠા આંચકાને કારણે વિકાસ દર પર અસર પડશે અને ફુગાવો ઊંચે જશે, જે કોરોના બાદ શરૂ થયેલી રિકવરીને ફટકો મારી રહી છે. વર્ષ ૨૦૨૨માં રશિયાનો જીડીપી ૮% અને ૨૦૨૩માં ૦.૨૦% નેગેટિવ રહેવાનું પણ અનુમાન છે. રશિયા વિશ્વની કુલ ઉર્જા જરૂરિયાતોના લગભગ ૧૦% હિસ્સો નિકાસ કરે છે. કુદરતી ગેસની નિકાસનો હિસ્સો ૧૭% અને ક્રૂડનો હિસ્સો ૧૨% છે. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત અન્ય દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોએ જરૂરી કોમોડિટી અને ક્રૂડના પુરવઠાને જોખમમાં મૂક્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.