Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બેતરફી અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બેતરફી અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!

91
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૯૨.૪૯ સામે ૫૭૨૯૭.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૯૩૦.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨૨.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૬.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૮૯.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૫૮.૬૫ સામે ૧૭૧૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૫૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૨.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૮૦.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. યુક્રેન – રશિયા યુદ્વ અંત તરફ આગળ વધી રહ્યાના અને રશિયા – યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારમાં ફંડોએ આજે બે તરફી અફડાતફડીના અંતે શેરોમાં તોફાની તેજી કરી હતી.

ભારતીય શેરબજારમાં આજે ફંડો, મહારથીઓએ મોટાપાયે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઇ સેન્સેક્સ ૬૯૬ અને નિફટી ફ્યુચર ૨૨૨ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આઇટી, ટેક, કેપિટલ ગુડ્સ અને ઓટો શેરોમાં ફંડોએ તેજી કરી હતી. ચાઈનામાં લોકડાઉનના કારણે ફયુલની માંગ ઘટવાના અંદાજ સાથે ઈરાન સાથે વાટાઘાટને લઈ ક્રુડનો પુરવઠો વધવાના સંકેતો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહ્યાની પોઝિટિવ અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ  શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૦.૩૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૦ અને વધનારની સંખ્યા ૧૬૨૯ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને રશિયા – યુક્રેનની કટોકટીને પગલે સૌથી ઝડપી વિકાસ પામતા વિકાસશીલ દેશ, ભારતના શેરબજાર માટેનું રેટિંગ ઘટાડયું છે. જેપી મોર્ગને ભારતીય ઇક્વિટીનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને ‘અંડરવેઇટ’ કર્યું છે. આ સિવાય MSCI  ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ માટે પણ સમગ્ર વર્ષના અનુમાનમાં ઘટાડો કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધની સાથે વૈશ્વિક ટોચની અર્થવ્યવસ્થાઓના પ્રતિબંધો અને અન્ય કારણો, ફુગાવાની ચિંતા અને સેન્ટ્રલ બેંકોની નીતિ અને વૈશ્વિક નાણાકીય બજારો પરની અસરને કારણે બ્રોકરેજ હાઉસે આ કાપ મૂક્યો છે.

જેપી મોર્ગને અગાઉ ભારતીય ઈક્વિટી પર ‘ન્યુટ્રલ’ રેટિંગ આપ્યું હતું. ત્યારબાદ તેમણે નબળા રૂપિયા અને વૃદ્ધિ પર તેની અસર, ક્રૂડ જેવી કોમોડિટી વધતી કિંમતો, પોર્ટફોલિયોમાંથી સંભવિત આઉટફ્લો અને સ્થાનિક નાણાંકીય કડક ચક્રનો ઉલ્લેખ કર્યો હતો. ભારત સરકારે પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિકાસદરનું અનુમાન ૯.૨% થી ઘટાડીને ૮.૯% કર્યું છે. યુક્રેન પર કરેલ આક્રમણને પગલે રશિયા પર પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધોને કારણે કોમોડિટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીનું દબાણ વૈશ્વિક સ્તરે સતત વધી રહ્યું છે, સરકારો અને કેન્દ્રીય બેંકોને તેમની નાણાકીય નીતિઓનું પુન:મૂલ્યાંકન કરવા મજબૂર કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field