Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

106
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૬૩.૯૩ સામે ૫૮૦૩૦.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૨૨૯.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૯૮.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૧.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૨૯૨.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૨.૦૫ સામે ૧૭૩૩૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૩૦.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૪.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૬૭.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆત પોઝીટીવ થયા બાદ મધબપોરે બેંચમાર્ક ઈન્ડાયસિસમાં ઉછાળે વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુક્રેન – રશિયા યુદ્વ વકરતાં વૈશ્વિક પરિસ્થિતિ વણસી રહી હોઈ રશિયાના ઓઈલના પુરવઠા પર પણ અમેરિકા, નાટો દેશો દ્વારા પ્રતિબંધ વચ્ચે મોંઘવારી – ફુગાવામાં અસાધારણ વધારો તોળાઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. ફંડોની આજે શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી.

વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ અને રશિયા – યુક્રેન યુદ્ધને પગલે પણ વૈશ્વિક શેરબજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ હાલ ૧૦૫ ડોલરની સપાટી પર સ્થિર છે, ત્યારે રશીયા – યુક્રેન વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન હજુ જોખમી પરિબળ હજુ યથાવત છે. આ જોખમી પરિબળો વચ્ચે સ્થાનિક સ્તરે યુટિલિટીઝ, પાવર અને એફએમસીજી શેરોમાં મોટાપાયે વેચવાલી સાથે બેંકિંગ – ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ તેમજ આઇટી – ટેક શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ  શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૮.૩૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેઝિક મટિરિયલ્સ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૧ અને વધનારની સંખ્યા ૧૫૫૦ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો – ટ્રેડરોની સંખ્યા ઝડપથી વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા ૧૦ કરોડના માઇલસ્ટોનને કુદાવી ગઇ છે. છેલ્લા ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે. નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનું એક કારણ એલઆઇસીનો આઇપીઓ પણ હોવાનું મનાય છે. આ મેગા આઇપીઓમાં તેના વીમા પોલિસીધારકોને ૧૦% જેટલુ ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં એલઆઇસી પોલિસીધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે. બીએસઇની આંકડા મુજબ ૧૫ ડિસેમ્બર તેના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા ૯ કરોડ હતી જે ૧૬ માર્ચના રોજ ૧૦ કરોડને વટાવી ગઇ છે. વર્ષ ૨૦૦૮માં બીએસઇના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા પહેલીવાર ૧ કરોડે પહોંચી હતી. આમ છેલ્લા ૧૪ વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં ૧૦ ગણી વધીને ૧૦.૦૮ કરોડ થઇ છે.

દેશમાં મણિપુર, મધ્યપ્રદેશ, લક્ષ્યદ્વીપ, ઓરિસ્સા, અસમ અને અરુણાંચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યામાં ૧૦૦ થી ૩૦૦%નો વધારો થયો છે. જેમાં અસમમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ ૨૮૬% વધી છે જ્યારે સમગ્ર દેશમાં ૫૮%ની વૃદ્ધિ થઇ છે. મધ્યપ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં ૧૦૯%, છત્તીસગઢમાં ૭૭%, બિહારમાં ૧૧૬%, રાજસ્થાનમાં ૮૪.૮% અને ઉત્તરપ્રદેશમાં ૮૪% રોકાણકારો વધ્યા છે. જો સૌથી વધારે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ ધરાવતા રાજ્યોની વાત કરીયે તો મહારાષ્ટ્ર મોખરે છે અને ત્યાં ૨.૦૬ કરોડ રોકાણકારો છે જે કુલ સંખ્યાના લગભગ ૨૧% છે. ગુજરાત ૧.૦૧ કરોડ કે ૧૧% રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે બીજા ક્રમે છે. આગામી દિવસોમાં સ્થાનિક ફંડો સાથે ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના પ્રબળ સંજોગો હોવાથી ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field