રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૬૪૮૬.૦૨ સામે ૫૬૬૬૩.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૪૧૮.૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૦૧.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૯.૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૭૭૬.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૮૫.૪૦ સામે ૧૬૮૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૫૬.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૬.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૪૮.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. સતત ૨૧માં દિવસે યુક્રેન – રશિયા યુદ્વ વકરતાં વૈશ્વિક પરિસ્થિતિ વણસી રહી હોઈ રશિયાના ઓઈલના પુરવઠા પર પણ અમેરિકા, નાટો દેશો દ્વારા પ્રતિબંધના વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની અછતે ભાવ વધતાં મોંઘવારી – ફુગાવામાં અસાધારણ વધારો તોળાઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે આજે કડાકો બોલાઈ ગયો હતો. ફંડોની આજે શેરોમાં ઓલ રાઉન્ડ જંગી વેચવાલી નીકળી હતી.
ક્રુડ ઓઈલના ભાવમાં તેજી સાથે વૈશ્વિક બજારોમાં મધ્યસત્રમાં યુરોપની નેગેટીવ શરૂઆત અને ડાઉ જોન્સ ફ્યુચરમાં ઉપલા મથાળેથી અંદાજીત ૨૫૦થી વધુ અંકોના કડાકાના જોરે ભારતીય શેરબજારમાં મેટલ, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, આઇટી અને ટેક શેરોમાં મોટાપાયે વેચવાલી સાથે બેઝિક મટિરિયલ્સ અને યુટિલિટીઝ શેરો તેમજ પાવર શેરોમાં ધોવાણે બીએસઇ સેન્સેક્સ ૫૬૦૦૦ની સપાટી ગુમાવી જ્યારે નિફ્ટી ફ્યુચર ૨૩૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
યુ.એસ.ફેડરલ રિઝર્વની મિટિંગ પૂર્વે, આ મિટિંગમાં વ્યાજના દરમાં ચાર વર્ષ પછી વધાવવામાં આવશે એવી શક્યતા, રશિયા- યુક્રેન વચ્ચેના વોરનું સમાધાન પાછું ઠેલાતાં અને અનેક વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચાલુ માર્ચ માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારમાંથી રૂ.૪૩૪૭૯.૫૭ કરોડ પાછા ખેંચી લીધા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૬ અને વધનારની સંખ્યા ૧૩૪૧ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારત છેલ્લા આઠ વર્ષમાં બીજી વખત તેના સુધારેલા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યને મોટા માર્જિનથી ચૂકી જવાની શક્યતા છે. એવી આશંકા છે કે જાહેર વીમા કંપની એલઆઈસીના આઈપીઓમાંથી ૬૦,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના હાલ તુરંત પડતી મુકાતા પ્રતિકૂળ સ્થિતિ ઉદ્ભવી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. ૭૮,૦૦૦ કરોડ એકત્ર કરવાનો સુધારેલ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. સરકાર અત્યાર સુધી આમાંથી માત્ર ૧૨,૪૦૦ કરોડ રૂપિયા જ એકત્ર કરી શકી છે. તેમાંથી રૂ.૨,૭૦૦ કરોડ એર ઇન્ડિયાના વેચાણમાંથી અને રૂ. ૩,૯૯૪ કરોડ એક્સિસ બેન્કના હિસ્સાના વેચાણમાંથી આવ્યા હતા.
નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો શરૂ થવાની અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈપીઓ મોકૂફ રખાતા ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પણ સરકાર રૂ. ૬૫,૦૦૦ કરોડના સુધારેલા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને ચૂકી ગઇ હતી. તે વર્ષે સરકાર માત્ર રૂ. ૫૦,૩૦૪ કરોડ એકત્ર કરી શકી હતી. યુક્રેન પર રશિયાના આક્રામણની શરૂઆતથી જ શેરબજારો અસ્થિર છે. સરકાર ચિંતિત છે કે જો આવી સ્થિતિમાં એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવે તો તેને રોકાણકારોનો સાનુકુળ સમર્થન નહીં મળે. હવે આ આઈપીઓ આગામી માસમાં આવે તેવી સંભાવના છે.અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં સરકારે રૂ.૨૫,૩૧૩ કરોડના સુધારેલા અંદાજ સામે રૂ.૪૨,૧૩૨ કરોડ ઉભા કર્યા હતા. તેવી જ રીતે, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં તેણે રૂ.૧ લાખ કરોડથી વધુ ડિસઇન્વેસ્ટમેન્ટ રેવન્યુ એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.