Home દુનિયા - WORLD ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ મલેશિયામાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં સુનામીનો ડર અનુભવાયો

ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ મલેશિયામાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં સુનામીનો ડર અનુભવાયો

97
0

(જી.એન.એસ),તા.૧૪


ઇન્ડોનેશિયા


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના માહિતી અનુસાર, ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ફિલિપાઈન્સના મનિલાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ સમુદ્રની અંદર જોરદાર ભૂકંપ આવ્યો છે. હાલમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.ઉપરાંત હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. US જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયામાં 6.6-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ સુમાત્રા પ્રાંતના એક શહેર પરિમનથી લગભગ 169 કિલોમીટર પશ્ચિમમાં 16 કિલોમીટરની ઊંડાઈએ ભુકંપનુ કેન્દ્રબિંદુ હતુ.જ્યારે ઈન્ડોનેશિયાની હવામાન અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે પ્રાંતના ઘણા ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ સુનામીનો હાલ કોઈ ખતરો નથી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ નિયાસથી લગભગ 161 કિમી દક્ષિણપૂર્વમાં હતું. અહીં પણ કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. ઈન્ડોનેશિયામાં ભુકંપ કોઈ નવી વાત નથી. તેના આંચકા અહીં દરરોજ અનુભવાય છે. ક્યારેક સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવે છે. આ સિવાય આ દેશમાં જ્વાળામુખી ફાટવાના પણ અહેવાલ સામે આવી ચુક્યા છે. ગયા મહિને સુમાત્રા પ્રાંતના પશ્ચિમમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને 400થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના કારણે હજારો મકાનો અને ઈમારતોને નુકસાન થયુ હતુ.ભૂકંપના આંચકા ઘણા દિવસો સુધી અનુભવાયા હતા.જેમાં કાટમાળમાં દટાઈ જવાને કારણે અનેક લોકોના મોત થયા છે. જ્યારે સુનામીના કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. જેના કારણે દેશને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થયું હતું. મલેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગેસ અને તેલની માંગ વધી રહી છે અને તેથી દૂરસ્થ અને અસ્પૃશ્ય વિસ્તારોમાં નવા સ્ત્રોતો શોધવાની આવશ્યકતા છે.
Next articleઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા