Home વ્યાપાર જગત - BUSINESS એફએમસીજી, રિયલ્ટી અને મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૧૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી...

એફએમસીજી, રિયલ્ટી અને મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૧૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

112
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૬૪૭.૩૩ સામે ૫૬૨૪૨.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૯૮૨.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫૯.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧૭.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૪૬૪.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૬૫.૭૦ સામે ૧૬૭૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૫૬૬.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મોટા ઉછાળા સાથે થઈ હતી. સાઉદી અરેબિયાએ ક્રૂડના ઉત્પાદનમાં સહાય કરવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં ૧૪ વર્ષની ટોચેથી ક્રૂડ ઓઇલમાં ૧૩% ના ઘટાડાની સકારાત્મક અસર અને ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતી મતગણતરીમાં ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટી લીડ મળતા શેરબજારમાં અંદાજીત ૧૬૦૦ પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ક્રૂડ ઓઇલમાં મંદી અને ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત વચ્ચે પણ ભારતીય શેરબજારના બેંચમાર્ક ઈન્ડાયસિસમાં શરૂઆતી તેજી બાદ ઉપલા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો.

રશિયા – યુક્રેન યુદ્વનો વહેલો અંત – સમાપ્ત થવાની આશા સાથે રશિયા – યુક્રેન યુદ્વમાં યુક્રેનની ખુવારી અને રશિયા પણ અપેક્ષા મુજબના સમયમાં કબજો નહીં કરી શકતાં અને રશિયાની સેનાની પણ મોટી ખુવારીને લઈ અને પ્રતિબંધોને કારણે રશિયાની હાલત પણ કફોડી બની રહી હોઈ હવે શહેરોમાં યુદ્વ વિરામ બાદ હવે યુદ્વના અંતની દિશામાં પોતાના વલણને ઢીલું મૂકવા તૈયાર થતાં યુદ્વનો વહેલો અંત આવી શકવાના સંકેતે આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ફંડોએ ભારતીય શેરબજારમાં પણ આજે મોટાપાયે શોર્ટ કવરિંગ કરી સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. અમેરિકાએ રશિયાના ક્રુડ ઓઈલ અને ગેસની આયાત પર પ્રતિબંધ મૂકતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડ ૧૩૦ ડોલર નજીક પહોંચી ગયા બાદ ઉછાળે ૧૩%ના ઘટાડાની સકારાત્મક અસરે  વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, રિયલ્ટી, મેટલ, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ અને પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૯ અને વધનારની સંખ્યા ૨૨૪૩ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે ક્રૂડ સહિતની ઉર્જાની કિંમતોમાં વધારો થયો છે જેના કારણે સપ્લાય ચેઈનમાં અડચણ આવી રહી છે. આ કારણે ઈન્ફ્લેશન થઈ રહ્યું છે. આઈએમએફ દ્વારા ચેતવણી આપતા કહ્યું કે, કિંમતોમાં વધારાની અસર સમગ્ર દુનિયામાં વર્તાશે. આઈએમએફના મતે યુક્રેન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડશે. તેલ અને અનાજની કિંમતો પર પણ તેની અસર જોવા મળશે. આ યુદ્ધના કારણે યુક્રેનના ૧૦ લાખ લોકોના પલાયનની સમસ્યા ઉભી થવાની આશંકા છે. આઈએમએફના મતે મોંઘવારીની અસર ખાસ કરીને ગરીબ પરિવારો પર પડશે જેમના માટે ભોજન અને ઈંધણનો ખર્ચ એક ઉચ્ચ અનુપાત છે. જો રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું તો આર્થિક નુકસાન વધારે વિનાશકારી હશે. 

રશિયા પરના પ્રતિબંધોની વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય બજારો પર પણ મહત્વની અસર પડશે. અનેક દેશોમાં પહેલેથી જ વધેલી મોંઘવારી તરીકે સંકટ બનેલું છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધના પગલે વૈશ્વિક શેરબજાર અને કોમોડિટીઝ બજારોમાં અપેક્ષિત મોટી ઉથલપાથલ જોવાઈ રહી છે. ચાલુ માસમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૫૦%નો વધારો કરાશે એ પરિબળ પણ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. જો યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ૦.૨૫%નો વ્યાજ દર વધારો કરવામાં આવશે તો પણ બજાર પણ એકાદ દિવસ બજાર ઘટી શકે, પરંતુ પછી પોતાના લેવલે પાછું આવી જવાની પૂરી શકયતા રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field