(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ
આજે બોલિવૂડનો સ્ફૂર્તિલો એક્ટર ટાઈગર શ્રોફનો જન્મદિવસ છે. બોલિવૂડનો સ્ફૂર્તિલો એક્ટર ટાઈગર શ્રોફ 2014થી તેણે પોતાના ટેલેન્ટથી બધાના દિલ જીતી લીધા કે એક્ટિંગ હોય, ડાન્સ હોય કે એક્શન સીન હોય, ટાઈગર શ્રોફ હંમેશા પોતાના કામમાં 100% કામ આપ્યું છે. તેથી જ તેની ઘણી ફિલ્મો સુપરહિટ રહી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી નો મહત્વનો હિસ્સો છે. થોડાં જ વર્ષોમાં આટલા વર્ષોમાં ટાઇગરે બાગી, વોર, સ્ટુડન્ટ ઓફ ધ યર 2 જેવી ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય આપ્યો છે. તેની ફિલ્મોના ગીતો અને ટાઈગરનો ડાન્સ પણ ઘણો વાયરલ થયો છે. ‘બીટ પે બૂટી’, ‘વ્હિસલ બાજા,’ ‘ધ હૂક-અપ સોંગ’ જેવા તેમના ઘણા ગીતો આજે પણ લોકોના હોઠ પર છે. આ સિવાય ટાઈગરે પોતાની ફિલ્મોમાં ઘણી એક્શન સિક્વન્સ પણ કરી છે. ટાઈગરે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હીરોપંતીથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેણે પોતાની મહેનતથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેથી જ હવે યુવા પેઢી જેકી શ્રોફને ટાઈગર શ્રોફના પિતા તરીકે જાણે છે. ટાઇગર શ્રોફની એકસન ફિલ્મ બાગીની ત્રણ સીરીઝ પછી, બાગીની ચોથી સિઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક્શન ફિલ્મ પણ પ્રથમ 3 સિઝનની જેમ સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવશે અને પ્રખ્યાત કોરિયોગ્રાફર અહેમદ ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. અહેમદ ખાને બાગી ફિલ્મની બીજી અને ત્રીજી સિઝન પણ ડિરેક્ટ કરી હતી. અને ટાઇગર શ્રોફની તેના કરિયરની પ્રથમ ફિલ્મ 2014માં કૃતિ સેનન સાથે હીરોપંતી સાથે તેની શરૂઆત કરી હતી. હવે ટાઇગર તેની સિક્વલ સાથે પાછો ફર્યો છે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2માં ટાઈગર સાથે કામ કરનારી અભિનેત્રી તારા સુતારિયા તેની સાથે હીરોપંતી 2માં જોવા મળશે. ટાઇગર શ્રોફની આ વર્ષે આવી શકે તેવી આગામી ફિલ્મ ‘ગણપથ’ની જાહેરાત વર્ષ ૨૦૨૦માં કરવામાં આવી હતી, વિકાસ બહલ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી આ એક્શન ફિલ્મ ‘ગણપથ’ જોવા મળે તેવી શક્યતાઓ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.