રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૮૮.૦૨ સામે ૫૮૯૧૮.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૪૪૬.૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૬.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૬૪૪.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૪૭.૧૦ સામે ૧૭૫૨૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી, પરંતુ કેન્દ્રિય બજેટને આવકારીને બે દિવસ લોકલ ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી કર્યા બાદ આજે સતત બીજા દિવસે ઉછાળે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે એના સ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે ફુગાવાના વધતાં દબાણ અને સરકાર દ્વારા ચાલુ વર્ષમાં જંગી બોરોઈંગ – ઋણ ઊભું કરવાની આવશ્યકતાએ મોંઘવારી વધવાના સંકેતે શેરોમાં સાવચેતીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સર્વિસિઝ ક્ષેત્રનો પીએમઆઈ જે ડિસેમ્બર ૨૦૨૧માં ૫૫.૫૦ હતો એ જાન્યુઆરી ૨૦૨૨ મહિનાનો આજે ઘટીને ૫૧.૫૦ની છ મહિનાની નીચી સપાટીએ આવતાં આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ કરેલી આક્રમક તેજી બાદ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં અને રિયલ્ટી અને ઓટો શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વિશ્વ એક તરફ કોરોનાના ભરડામાંથી મુક્ત થઈ રહ્યાના અહેવાલો-સંકેતો વચ્ચે યુરોપ, એશીયાના દેશો લોકડાઉનના અંકુશો દૂર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિશ્વ આ સંકટના કાળમાં નવી ફુગાવા – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ઘેરાયું છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા સાથે બ્રેન્ટના ભાવ ૯૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ચાલુ વર્ષમાં ભાવ ૧૦૦ ડોલરથી વધુ પહોંચી જવાની આગાહીઓને લઈને ફુગાવાનું પરિબળ જોખમી બની રહ્યું છે, ત્યારે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેઝિક મટિરિયલ્સ, યુટિલિટીઝ, પાવર અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૫ અને વધનારની સંખ્યા ૧૫૨૪ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જાન્યુઆરી માસમાં દેશનો સેવા ક્ષેત્રનો વૃદ્ધિ દર છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા નિયમનકારી પગલાં હાથ ધરાતા સેવા ક્ષેત્રની કામગીરી પર અસર પડી હતી, એમ એક સર્વમાં જણાયું હતું. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલો જાન્યુઆરીનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૫૧.૫૦ સાથે છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. રાજ્યો દ્વારા નવા નિયમનો તથા રાત્રી કરફ્યુ જેવા પગલાંની સેવા ઉદ્યોગ પર અસર પડી હતી. નવા વેપારનો સબ-ઈન્ડેકસ ઓગસ્ટ બાદ સૌથી નબળો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માગ ધૂંધળી રહેતા કોરોનાના ફેલાવા બાદ ૨૩માં મહિને પણ સંકોચાઈ હતી.
કોરોનાની ત્રીજી લહેરની અસર કેટલી લાંબી રહેશે તેની ચિંતા વચ્ચે વેપાર વિશ્વાસ ઘટયો હતો અને રોજગાર પર પણ કાપ મુકાયો હતો. ભાવના દબાણને લઈને પણ સેવા ક્ષેત્રની કંપનીઓ સજાગ બની હતી. કાચા માલના ભાવ ૧૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ભાવના દબાણને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરશે તેવી શકયતા નકારાતી નથી. મંદ માગને કારણે જાન્યુઆરીમાં સતત બીજે મહિને સેવા ક્ષેત્રની કંપનીઓએ કર્મચારીઓની છટણી ચાલુ રાખી હતી. આ અગાઉ જાહેર થયેલા મેન્યુફેકચરિંગ પીએમઆઈમાં પણ ઘટાડો થયો હતો. આ સાથે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકની સીઝનમાં આગામી સપ્તાહમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોનો દોર જળવાઈ રહેવાની શકયતા વચ્ચે પ્રમુખ જાહેર થનારા કોર્પોરેટ પરિણામોમાં એસીસી સિમેન્ટ, હીરો મોટો કોર્પ, ડિવિઝ લેબ, ઓરબિન્દો ફાર્મા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા & મહિન્દ્રા, ભારતી એરટેલ ઉપરાંત અન્ય જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.