રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૦૮.૯૧ સામે ૬૧૪૩૦.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૬૬૨.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૨.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૪.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૭૫૪.૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૩૬.૬૦ સામે ૧૮૩૫૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૧૩.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં ઝડપી વધારા બાદ એટલી જ ઝડપે કેસોમાં થઈ રહેલા ઘટાડાથી અને કોરોના હવે એકમાત્ર ફલુ હોવાના અને એને વધુ પડતાં ગંભીરતાથી નહીં લેવાના યુરોપના દેશોના નિર્ણય સાથે અંકુશો હળવા કરવા લાગતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી, જો કે આજે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોર્પોરેટ ઈન્ડિયાએ ગત સપ્તાહમાં આઈટી કંપનીઓના સારા રિઝલ્ટ બાદ એચડીએફસી બેંક સહિતના સારા પરિણામ આપતાં અને વધુ કંપનીઓના સારા પરિણામ અપેક્ષિત હોઈ સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ સપ્તાહની શરૂઆતમાં તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું, પરંતુ વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી.
ફંડોએ શેરોમાં આજે સતત બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તોફાની તેજી કર્યા સામે બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જ્યારે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટમાં શેરોમાં સતત મોટાપાયે વેચવાલી કરીને બજારને ગબડાવવાનું ચાલુ રાખ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે શેરોમાં વેચવાલી સાથે સ્થાનિક ફંડો, મ્યુચ્યુઅલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની પણ શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૮૫ અને વધનારની સંખ્યા ૧૧૪૫ રહી હતી, ૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના-ઓમિક્રોન સંક્રમણના આરંભિક દિવસોમાં હાહાકારથી ભયભીત થઈ ગયેલા વિશ્વમાં આ વેરિયન્ટ પ્રમાણમાં ઓછો ઘાતક હોવાના અને મૃત્યુ દરનું પ્રમાણ અત્યંત ઓછું હોવા બાબતે રાહતનો શ્વાસ લઈને વિશ્વ હવે કોરોના વાઈરસને એક પ્રકારના ફલુ હોવાને ધ્યાનમાં લઈ આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિઓમાં ફરી સક્રિય બનવા લાગ્યું છે. જે બદલાતા સમીકરણ સાથે વૈશ્વિક બજારોમાં આર્થિક વિકાસ ફરી ઝડપી બનવાની શકયતા ઊભી થઈ છે. અલબત વિશ્વ પર અત્યારે મોંઘવારી – ફુગાવાનો દાનવ ભરડો લઈ રહ્યો છે, ત્યારે આ મામલે પરિસ્થિતિ હજુ ચિંતાજનક બની રહી છે.
શેરબજારમાં જોવા મળતી તેજી સાથે દેશની આર્થિક તેજીને કોઇ સંબંધ નથી. આર્થિક બાબતો સાથે મોંઘવારી સંકળાયેલી છે. ચૂંટણીઓની જાહેરાતો થઇ ચૂકી છે. જે રાજ્યોમાં ચૂંટણીઓ છે તે પૈકી સૌથી મોટું ઉત્તર પ્રદેશ છે. ૨૦૨૧માં આર્થિક ક્ષેત્રે કેટલીક સિધ્ધિઓ જોવા મળી છે પણ જેના પગલે હાલમાં આર્થિક તેજી જોવા મળે છે પરંતુ જ્યારે વર્ષ ૨૦૨૨ ચૂંટણીનું વર્ષ બની રહેવાનું છે ત્યારે આર્થિક તેજીની અસર ઠગારી નિવડી શકે છે. ઉપરાંત મોંઘવારીનું દબાણ આર્થિક તંત્ર પર જોવા મળી રહ્યું છે. આર્થિક તેજી ટકી રહે એવા કોઇ પરિબળો જોવા મળતા નથી. ૨૦૨૨ના અંત સુધીમાં મોંઘવારીનેમાં વધારો થાઈ એવા અનેક પરિબળો ઉભા થઇ રહ્યા છે. મોંઘવારીનો આર્થિક તેજીને બગાડી શકે છે. આગામી દિવસોમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોનો દોર જળવાઈ રહેવાની શકયતા વચ્ચે બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.