(જી.એન.એસ) તા. 9
કડી,
કડી ખાતે પેટા ચૂંટણીના ઉમેદવારના સમર્થનમાં કાર્યકર્તા સંમેલન કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
કેન્દ્રિય જળશક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમા બે વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે બંને બેઠક જીતવી ખૂબ જ જરૂરી છે. 182 માથી 156 બેઠક જીતવાનો રેકોર્ડ ગુજરાતે 2022માં બનાવ્યો હતા ત્યારે આ બે બેઠક જીત્યા પછી વિઘાનસભામાં 163 નું મજબૂત સંખ્યાબળ બનવાનું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર કે જેમના સમર્થનમાં દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા અને પંજાબના મુખ્યમંત્રી આવ્યા પરંતુ ગુજરાતના એક પણ નેતા ઉમેદવાર પત્ર ભરવા માટે હાજર નોતા કારણ કે ગુજરાતમાં તેમનો એક પણ નેતા કે આગેવાન જ નથી. દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી 2022 ગુજરાત વિઘાનસભામાં પત્રકારોને કહ્યુ હતું કે લખી લેજો અમારી પાર્ટીની સરકાર બનવાની છે પરંતુ 136 બેઠકો પર તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી. આ વખતે પણ બંને ઉમેદવાર ભાજપના જીતવાના છે. કડીમાં જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર જીતશે તેનો વિશ્વાસ છે.
કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સમર્થનમાં જ્યારે આખો દેશ સાથે હોય ત્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી સરળતાથી ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશમા સેના દ્વારા આતંક વિરુદ્ધ ઓપરેશન સિદુંર ચલાવ્યા પછી દેશની જનતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ વધુ મજબૂત કરવા ઇચ્છે છે. ભાજપની સરકાર પહેલા દેશની જનતાએ આતંકવાદ સામે કાર્યવાહીની અપેક્ષા રાખી ન હતી પરંતુ વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર છે ત્યારે જનતા જાણે છે કે મોદી હૈ તો મુમકીન હૈ. કોંગ્રેસની સરકાર વખતે દેશમાં આવુ વાતાવરણ ક્યારેય બન્યુ નહતું. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણી સેના મજબૂત છે તેના કારણે આતંકવાદને તેની ભાષામાં જવાબ આપી શકીએ છીએ જેના કારણે જનતાએ મન બનાવ્યુ છે કે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. આવનાર ચૂંટણીમાં કોઇ પણ વિરોઘી રાજકીય પાર્ટીનો ઉમેદવાર તમારી સામે ઉભો ન રહે તેવી તાકાતનું પ્રદર્શન આપણે કરવાનું છે.
આ કાર્યક્રમમાં પેટા ચૂંટણીના ઉમેદવારશ્રી રાજેન્દ્રભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસદગી કરી છે ત્યારે આપ સૌને જંગી મતદાન થકી કમળ ખીલવવા અપીલ કરુ છું.
આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પહલગામમાં આતંકી હુમલા પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપવા ઓપરેશન સિંદુર ચલાવી સિંદુરની રક્ષા માટેનો સંકલ્પ પ્રતિબદ્ધ કર્યો છે તેમજ વિકાસની યાત્રા પણ અવિરત ચલાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તમામ સમાજને સાથે રાખીને જ્ઞાતિ-જાતિ નહી પણ વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે. સંકલ્પ પત્રમાં કરેલી વાતના મુદ્દાઓનો હિસાબ પહેલાની રાજકીય પાર્ટીઓ કયારેય આપતી ન હતી. જનતાને કરેલા વચનોના હિસાબ આપવાની શરૂઆત સૌ પ્રથમ ગુજરાતથી થઇ હતી અને દેશમાં 2014થી થઇ. કડી વિઘાનસભાના મતદારો સતત ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા આવ્યા છે અને તેનો લાભ કડીને મળ્યો છે. મહેસાણામાં તો કહેવત છે કે કડી એટલે સોનાની દડી.. અને હવે દડો બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. પેટા ચૂંટણીમાં દરેક મતદાર મતોની જંગી લીડ સાથે ભાજપને જીતાડશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,રાજયનામંત્રીશ્રીઓ શ્રી જગદીભાઇ વિશ્વકર્મા,શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખશ્રી ગિરિશભાઇ રાજગોર, પ્રભારીશ્રી વર્ષાબેન દોષી, વિઘાનસભાના પ્રભારીશ્રીઓ શ્રી સુરેશભાઇ પટેલ,શ્રી દશરથજી ઠાકોર,રાજયસભાના સાંસદશ્રી મંયકભાઇ નાયક,લોકસભાના સાંસદશ્રી હરિભાઇ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઇ પટેલ,શ્રી સુખાજી ઠાકોર,શ્રી સરદારભાઇ ચૌધરી,શ્રી કે.કે.પટેલ,શ્રી સી.જે.ચાવડા તેમજ ચેરમેન જીલ્લાબેન્કશ્રી વિનોદભાઇ પટેલ, ડેરીના ચેરમેનશ્રી અશોકભાઇ ચૌઘરી, પુર્વ સાંસદશ્રીઓ શ્રી નટુજીભાઇ ઠાકોર,શ્રી સાગરભાઇ રાયકા,શ્રી જુગલભાઇ લોખંડવાલા,પુર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી રમણભાઇ પટેલ,શ્રી અજમલભાઇ ઠાકોર,શ્રી રમેશભાઇ સોલંકી,શ્રી અમિતભાઇ શાહ,શ્રી જયશ્રીબેન પટેલ,શ્રી નંદાજી ઠાકોર,શ્રી લવીગજી ઠાકોર,શ્રી હર્ષદભાઇ પટેલ,શ્રી જીતુભાઇ પટેલ સહિત જીલ્લા અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

