દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો
(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો જેથી સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ સહિત મોટાભાગના રાજ્યોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ ગુજરાતની તો રાજ્યમાં આજે (30 મે) કોરોના વાયરસના 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે 254ને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બીજી તરફ શુક્રવારે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જો કે, રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
હોમ આઈસોલેશનમાં ૨હેલા વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો.
• ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
• કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ મારકનો ઉપયોગ કરવો.
• ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે.
. કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. ‘સાવચેતી એજ સમજદારી છે’

