રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૦૧.૧૪ સામે ૫૮૦૨૧.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૯૫૦.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૯.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૦૧૧.૭૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૧૭.૫૦ સામે ૧૭૩૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૦.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૫.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૨૨.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ વિશ્વમાં કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતાં સંક્રમણ સાથે ભારતમાં પણ પોઝિટીવ કેસોની વધતી સંખ્યાએ ચિંતા વધારતાં અને બીજી તરફ મોંઘવારી – ફુગાવો સતત વધી રહ્યો હોઈ વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર માટે અને બજાર માટે મોટું નેગેટીવ પરિબળ બની રહેતાં અને આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનાનું અર્થતંત્ર ફરી મંદ પડતાં ચાઈનીઝ સેન્ટ્રલ બેંકે રિઝર્વ રેશીયોમાં ઘટાડો કરતાં નેગેટીવ સંકેત સાથે ઓમિક્રોનના વધતાં સંક્રમણે વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક વૃદ્વિને મોટો ફટકો પડવાના અને મોંઘવારી વધી રહી હોઈ લોકોની આર્થિક હાલત કથળવાના એંધાણ અને બેંકો – ફાઈનાન્સ કંપનીઓની એનપીએ વધવાના જોખમે ફંડોએ આજે શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કર્યું હતું.
અમેરિકા બોન્ડ ટેપરીંગ કરવાના સંકેતે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના પોઝિટીવ કેસોનો આંક વધવા લાગતાં ફરી દેશમાં લોકડાઉનના ભણકારાં વાગવા લાગતાં આજે ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતે ફરી ધોવાણ થયું હતું. કર્ણાટક, દિલ્હી બાદ મુંબઈ – મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના શંકાસ્પદ કેસો વધવા લાગતાં ગમે તે ઘડીએ ફરી લોકડાઉન લાગી શકે છે એવા અહેવાલો વહેતાં થતાં ફફડાટમાં લાંબા સમયથી ઓવરબોટ બનેલા રિયલ્ટી, બેંકિંગ – ફાઈનાન્સ, એનર્જી શેરોમાં મોટું ઓફલોડિંગની સાથે ઓટો, ઓઇલ એન્ડ ગેસ, સીડીજીએસ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૦ અને વધનારની સંખ્યા ૧૦૫૧ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં ફોરેન ફફંડ્સ ભારે વેચવાલી કરી રહ્યા છે. જોકે, વિદેશી ફંડ્સની આક્રમક વેચવાલી સામે સ્થનિક ફંડ્સ અને નવા રિટેલ ગ્રાહકો બજારને ખરીદી સાથે ટેકો આપી રહ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ સામે ૨૦૨૧માં તેજીની તીવ્રતા ચોક્કસ ઘટી છે અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિદેશી ફંડ્સની જંગી વેચવાલી સામે સ્થાનિક રોકાણકાર કેટલો ટેકો આપશે એ જોવાનું રહ્યું. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ના નવ મહિનામાં ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૧,૪૯,૧૦૬.૭૭ કરોડની જંગી ખરીદી કરનાર વિદેશી ફંડ્સ અત્યારે જાણે ભારતમાંથી ઉચાળા ભરી રહ્યા હોય એવો માહોલ છે. છેલ્લા ૨૦ ટ્રેડીંગ સત્રથી વિદેશી ફંડ્સ સતત વેચાણ સાથે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન તેમણે દરેક ઉછાળે શેર વેચ્યા છે. આ નવ મહિનામાં વિદેશી ફંડ્સની અંદાજીત રૂ.૧,૩૧,૫૫૧.૮૦ કરોડની વેચવાલી જોવા મળી છે. જોકે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની ચાલ ગત વર્ષ કરતા એકદમ ઉલટી છે.
ગત વર્ષે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ વેચાણ હતું અત્યારે તે ખરીદી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં ડિસેમ્બર સુધીના નવ મહિનામાં અંદાજીત રૂ.૧,૦૩,૨૬૪ કરોડનું વેચાણ કરનાર સ્થાનિક ફંડ્સ હવે ૨૦૨૧માં ડિસેમ્બર સુધીમાં અંદાજીત અંદાજીત રૂ.૧,૦૩,૭૬૯ કરોડની ખરીદી કરી બજારને ટેકો આપી રહ્યા છે. ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં રિટેલ ગ્રાહકોએ પણ અંદાજીત રૂ.૪૦,૫૦૦ કરોડની જંગી ખરીદી કરી છે. સ્થાનિક ફંડ્સ અને રિટેલ ગ્રાહકોની જંગી ખરીદીના કારણે વિદેશી ફંડ્સ ઉચાળા ભરી રહ્યા હોવા છતાં બજારને ટેકો મળી રહ્યો છે. આગામી સપ્તાહ પણ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર માટે સાવચેતી સાથે ફોરેન ફફંડ્સની અફડાતફડીનું બની રહેવાની પૂરી શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.