Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ

20
0

પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વધુ સારી માહિતી મેળવી શકશે

(જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફિચર પણ એડ કરવામાં આવ્યા છે. જે યુઝરને વધારે ઉપયોગી બની રહેશે.

નવી વેબસાઈટમાં પ્રેસનોટને ટેક્સ્ટ ફોર્મેટ, વિડીયો, ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેમજ પ્રેસનોટને જિલ્લા, વિભાગ અને તારીખ પ્રમાણે ફિલ્ટર કરીને જોઈ શકાશે અને તેને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સીધા શેર કરી શકાશે.

આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોને વાંચવાની, ડાઉનલોડ કરવાની તથા તેને કેટલા વપરાશકર્તાઓએ એક્સેસ કર્યું તે જાણવાની વ્યવસ્થા છે.

આ વેબસાઈટમાં ફોટો અને વીડિયો બેન્ક માટે આર્કાઇવ, તારીખ અને કાર્યક્રમ મુજબ શોધી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO)ના ઉપયોગ દ્વારા ગુગલ સર્ચમાંથી આ વેબસાઈટ સરળતાથી ઍક્સેસ કરી શકાય તે માટે સુસજ્જ કરવામાં આવી છે.

રાજ્યના પત્રકારોને વિવિધ પ્રમાણભૂત સગવડો અને લાભો સરળતાથી પ્રાપ્ત થાય, એ હેતુથી અક્રેડિટેશન કાર્ડ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે. જેને આ નવીનતમ વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિવિધ કાર્યક્રમ પ્રસંગે પત્રકારોને પ્રવેશ પાસ આપાવમાં આવે છે. પત્રકારોને આવા પાસ માટે કચેરીએ આવવું ન પડે તથા સરળતાથી પાસ મળી રહે તે માટેના  ગેઇટ પાસ પોર્ટલને વેબસાઈટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પત્રકારોને વિવિધ કાર્યક્રમો માટે ઓનલાઈન નોંધણી કરવાની, પ્રવેશ પાસ માટે અરજી કરવાની અને તેની મંજૂરી પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field