Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

63
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૭૩૪ સામે ૭૬૯૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૪૦ સામે ૨૩૩૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૩૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ટેરિફ વોર વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે વોલેટિલિટી સાથે આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આકરાં ટેરિફ દરોથી ત્રસ્ત કરી મૂક્યા બાદ ગત સપ્તાહના અંતે ટેરિફમાં રાહતના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે માર્ચ મહિનામાં ભારતનો ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ આવતાં અને આઈએમડી દ્વારા ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના અંદાજો બતાવતાં આજે ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી.

યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી હોવાથી ભારત વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બનવા સાથે વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવતી હોવાથી રોકાણકારો માટે ભારતીય શેરબજાર સલામત રોકાણ સ્થળ તરીકે ઉભરી આવતા આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ઈરાનના ઓઈલ પર અમેરિકા અંકુશો મૂકી રહ્યું છે ત્યારે ઈરાન રશિયા સાથે મિટિંગનો દોર શરૂ કરતાં આજે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કેપિટલ ગુડ્સ, આઈટી અને ફોકસ્ડ આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૯ અને વધનારની સંખ્યા ૨૬૩૬ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૧.૫૧%, ઇન્ફોસિસ લિ. ૧.૦૦%, ટાટા મોટર્સ ૦.૯૨%, લાર્સેન લિ. ૦.૯૦%, એનટીપીસી લિ. ૦.૮૮%, બજાજ ફાઈનાન્સ ૦.૮૧%, સન ફાર્મા ૦.૭૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૫૨% અને ટાઈટન કંપની લિ. ૦.૧૯% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૭.૧૨%, એકસિસ બેન્ક ૪.૨૬%, અદાણી પોર્ટ ૧.૮૧%, એશિયન પેઈન્ટ ૧.૭૫%, ભારતી એરટેલ ૧.૩૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧%, આઈટીસી લિ. ૦.૯૨%, ટીસીએસ લિ. ૦.૮૧% અને નેસ્લે ઇન્ડિયા ૦.૭૦% વધ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી માસિક ધોરણે ઘટીને ૨.૦૫% થઈ તેમજ જથ્થાબંધ ફુગાવો ૧.૫૭% નોંધાયો. ભારતની વેપાર ખાધ ફેબ્રુઆરીમાં ૧૪.૦૫ અબજ ડૉલર હતી જે માર્ચ મહિનામાં વધીને ૨૧.૫૪ અબજ ડૉલર થઈ, તેમજ વાર્ષિક ધોરણે પણ વેપાર ખાધમાં વધારો થયો છે. ટેરિફ વોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૨૫ માટે ક્રુડ ઓઈલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ મંદ પડવાની ધારણા મુકવામાં આવી છે. ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા હોવા છતા ટેરિફને લગતા અન્ય પગલાંઓને કારણે ક્રુડ ઓઈલની માંગમાં ઘટાડો થવાની શક્યતા છે.

ઉપરાંત સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારને રૂ.૨.૫૦ લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે, ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી ડિવિડન્ડ મારફતની ઊંચી આવક રાહતરૂપ બની રહેશે જેના કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field