(જી.એન.એસ) તા. 15
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ બ્રાઝિલના બ્રાઝિલિયામાં 17 એપ્રિલ, 2025ના રોજ યોજાનારી 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક (એએમએમ)માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. 15માં બ્રિક્સ એએમએમની થીમ “બ્રિક્સ દેશો વચ્ચે સહકાર, નવીનતા અને સમાન વેપાર મારફતે સર્વસમાવેશક અને સ્થાયી કૃષિને પ્રોત્સાહન” છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને ઇરાન સહિત બ્રિક્સના સભ્ય દેશોના કૃષિ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે.
આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણ બ્રાઝિલના મુખ્ય સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે, જેમાં કૃષિ અને પશુધન મંત્રી શ્રી કાર્લોસ હેનરિક બેક્વેટા ફાવારો અને કૃષિ વિકાસ અને પારિવારિક કૃષિ મંત્રી શ્રી લુઇઝ પાઉલો તેઇક્સીરા (એમડીએ) સામેલ છે. આ બેઠકોમાં કૃષિ, કૃષિ-ટેકનોલોજી, ગ્રામીણ વિકાસ અને ખાદ્ય સુરક્ષાનાં વિવિધ ક્ષેત્રોમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મંત્રીશ્રી બ્રાઝિલની મુખ્ય કૃષિ વ્યવસાય કંપનીઓના નેતાઓ અને સાઓ પાઉલોમાં બ્રાઝિલિયન એસોસિયેશન ઓફ વેજિટેબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે, જેમાં કૃષિ મૂલ્ય શૃંખલામાં ભાગીદારી અને રોકાણ માટેના માર્ગો શોધવામાં આવશે. મંત્રીશ્રી તેમની આ મુલાકાતના ભાગરૂપે બ્રાઝિલિયામાં ભારતીય દૂતાવાસ ખાતે પર્યાવરણ પ્રત્યે સભાનતા વધારવા અને માતૃત્વનું સન્માન કરવાના ઉદ્દેશ સાથેની ઉમદા પહેલ “એક પૈડ મા કે નામ” હેઠળ વૃક્ષારોપણની ઝુંબેશમાં પણ સહભાગી થશે. આ ઉપરાંત મંત્રી સાઓ પાઉલોમાં વસતા ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે અને સાંસ્કૃતિક રાજદૂતો અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રદાન કરનાર તરીકેની તેમની ભૂમિકાને સ્વીકારશે. આ મુલાકાત બ્રિક્સ દેશો સાથે સહકારને ગાઢ બનાવવા તથા કૃષિ નવીનતા, સ્થિતિસ્થાપકતા અને સ્થાયીપણામાં દક્ષિણ-દક્ષિણ સહકારને આગળ વધારવા ભારતની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.