Home ગુજરાત ગાંધીનગર બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે આજે યોજાશે લેખિત પરીક્ષા યોજાશે

બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે આજે યોજાશે લેખિત પરીક્ષા યોજાશે

47
0

અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની ૩૪૦ શાળાઓમાં પરીક્ષા યોજાશે: ૧.૦૨ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની ૪૭ર જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે (તા.૧૩/૦૪/૨૦૨૫) રવિવારના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૩/૦૪/ર૦ર૫ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.

દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ  IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે.

તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.

આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field