Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

116
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૧૯.૬૯ સામે ૬૦૨૪૮.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૯૭.૯૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૨.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૭.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૬૮૬.૬૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૯૬.૮૫ સામે ૧૭૭૩૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૭.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૪.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૪૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

છેલ્લા ૩ દિવસથી સતત ઘટાડા બાદ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કંપનીઓના એકંદર પ્રોત્સાહક પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની અને આઇટી – ટેક શેરો સાથે ટેલિકોમ, રિયલ્ટી અને પાવર શેરોમાં તેજી કરીને સેન્સેક્સને ફરી ૬૦૫૦૦ પોઈન્ટની  સપાટી અને નિફટી ફ્યુચરને ૧૮૧૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આ સાથે આજે કેપિટલ ગુડ્સ, એનર્જી અને ફાઈનાન્સ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. લોકલ ફંડો બાદ ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં આક્રમક ખરીદી શરૂ થઈ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

મોંઘવારી અસહ્ય બની હોવાના નેગેટીવ પરિબળ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના સંકેત વચ્ચે કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામે વૈશ્વિક બજારોમાં પણ આજે કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ મજબૂતી રહી હતી. અનેક નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને આર્થિક – ઔદ્યોગિક  પ્રવુતિ વધવાના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઇટી, ટેલિકોમ, રિયલ્ટી, પાવર, એનર્જી, કેપિટલ ગુડ્સ અને ફાઈનાન્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૦ અને વધનારની સંખ્યા ૧૬૬૩ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ક્રુડ તેલ સહિત કોમોડિટીના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે ભારતની વધી રહેલી ચાલુ ખાતાની ખાધ દેશની રિકવરી પર દબાણ લાવી શકે છે એમ એક બ્રોકરેજ પેઢી દ્વારા એક રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. માર્ચના અંત સુધીમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને ૪૫ અબજ ડોલર અથવા જીડીપીના ૧.૪૦% પહોંચવા પેઢીએ ધારણાં મૂકી છે. બાર્કેલેઝ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે જુલાઈથી જ્યારથી વેપાર ખાધ વધી રહી છે ત્યારથી તેને કારણે ચિંતામાં વધારો થયો છે. વર્તમાન વર્ષના જુન સુધી વેપાર ખાધ જે મહિને સરેરાશ ૧૨ અબજ ડોલર રહેતી હતી તે જુલાઈ-ઓકટોબરના ગાળામાં વધી ૧૬.૮૦ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી અને સપ્ટેમ્બરમાં આ આંક ૨૨.૬૦ અબજ ડોલર રહ્યો હતો.

વેપાર ખાધમાં વધારો અગાઉ રખાતી હતી ધારણાં કરતા વધુ સ્થિર પુરવાર થઈ શકે છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરના દરેક વધારા સાથે વેપાર ખાધમાં ૧૨ અબજ ડોલર અથવા જીડીપીના ૩૫ બેઝિસ પોઈન્ટનો વધારો થાય છે. દેશની ક્રુડ તેલની કુલ માગમાંથી ૮૫% આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. ક્રુડ તેલના હાલના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી પેઢીએ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતની ચાલુ ખાતાની ખાધનો અંદાજ જે અગાઉ ૩૫ અબજ ડોલર મૂકયો હતો તે વધારી ૪૫ અબજ ડોલર કર્યો છે. જો કે ભારતના ફોરેકસ રિઝર્વના ઊંચા કદને ધ્યાનમાં રાખતા બૃહદ્ સ્થિરતા સામે જોખમ નહીં હોવાનું પણ બ્રોકરેજ પેઢી દ્વારા રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field