Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

115
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૫૨.૮૨ સામે ૬૦૨૯૧.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૫૬.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૬.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૩.૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૧૯.૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૨૨.૯૫ સામે ૧૭૯૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૦૭.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૧૨.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. દેશ – વિદેશોમાં વધતી મોંઘવારી આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત જોખમી પૂરવાર થઈ અર્થતંત્રને ડામાડોળ કરશે એવી પૂરી શકયતા વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. વધતી મોંઘવારી વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પણ વધતાં રહીને ભારતમાં પેટ્રોલ, ડિઝલ પરની એકસાઈઝમાં ઘટાડો કરીને લોકોને કેટલીક રાહત આપવાના પ્રયાસ છતાં વિશ્વ બજારમાં વધતાં ભાવોએ ફરી પેટ્રોલ, ડિઝલના ભાવો વધવાની શકયતા અને ચાઈનામાં પણ સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ વધતાં ફુગાવાના જોખમે ઉત્પાદકો દ્વારા ઊંચા ખર્ચને ગ્રાહકો પર પસાર કરવામાં આવી રહ્યો હોઈ આગામી દિવસોમાં ફુગાવો વધવાના જોખમે નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે સતત ત્રીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ અને સ્થાનિક સ્તરે ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સ્મોલ – મિડકેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૯ અને વધનારની સંખ્યા ૧૪૩૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચીનમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની મુશકેલીઓ હવે અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્ર સુધી ફેલાઈ શકે છે એમ અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા જણાવાયું છે. ચીનની હાલની રિઅલ એસ્ટેટ કટોકટી ચીનમાં નાણાંકીય તાણ વધારી શકે છે જેનાથી વૈશ્વિક નાણાં બજારોમાં તાણ વધવા સંભવ છે અને અમેરિકા પર તેની નકારાત્મક અસર પડશે એમ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. નાણાંકીય સ્થિરતા પર પોતાના રિપોર્ટમાં ફેડરલે ચીનની દેવાગ્રસ્ત એવરગ્રાન્ડે કંપનીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એવરગ્રાન્ડે ઉપરાતં બીજી પણ કેટલીક રિઅલ એસ્ટેટ કંપનીઓ મુશકેલીમાં હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

એવગ્રાન્ડે ચીનની એક મોટી રિઅલ એસ્ટેટ કંપની છે એટલું જ નહીં ગ્લોબલ ૫૦૦નો પણ તે એક હિસ્સો છે. એટલે કે આવકની દ્રષ્ટિએ તે વૈશ્વિક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ચીનના સત્તાવાળાઓએ પગલાં લીધા છે, આમ છતાં, નાણાંકીય નબળાઈઓ વધવાનું ચાલુ રહેવાનું જોખમ રહેલું છે. ચીનના અર્થતંત્રના કદ તથા તેની નાણાં વ્યવસ્થા  અને વિશ્વ સાથે તેના જોડાણોને ધ્યાનમાં રાખતા, ચીનની નાણાંકીય તાણ વૈશ્વિક નાણાં બજારોને ડહોળાવી શકે છે, જેને પરિણામે અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રમાં તેની અસર જોવા મળશે, એમ ફેડરલે ચેતવણી ઉચ્ચારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field