Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૨૩૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

નિફટી ફ્યુચર ૨૩૨૩૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૪.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૨૯૫ સામે ૭૬૧૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૨૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૩૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૨૫ સામે ૨૩૨૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૯૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદથી વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે બુધવારે ભારત તેમજ સમગ્ર દેશો પર જાહેરાતથી વિશ્વમાં નવા વેપાર યુદ્વ થવાના અહેવાલોએ એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાંની શરૂઆત પણ નોંધપાત્ર ઘટાડા સાથે થઇ હતી.

ટ્રમ્પના નવા ટેરિફ બાદ ચીન અને કેનેડાએ જવાબી કાર્યવાહી કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએને ધ્યાનમાં લેતાં ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ભારત સામે પણ ૨૬% ટેરિફ લાદતા આજે ભારતીય શેરબજારમાં અંદાજીત ૯૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ભારતીય રૂપિયો આજે ડૉલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજીત ૬%નો કડાકો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ક્રૂડઓઈલના ભાવોમાં કડાકાના કારણે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી, રિયલ્ટી, ફોકસ્ડ આઇટી, આઈટી, હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૨૦ અને વધનારની સંખ્યા ૧૧૨૬ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૧.૪૩%, એચડીએફસી બેન્ક ૧.૩૦%, નેસ્લે ઇન્ડિયા ૦.૭૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૮%, એશિયન પેઈન્ટ ૦.૨૭% અને આઆઈટીસી લિ. ૦.૦૬% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૮.૫૯%, ટાટા મોટર્સ ૬.૧૫%, લાર્સેન લિ. ૪.૬૭%, અદાણી પોર્ટ ૪.૩૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૮૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૫૨%, સન ફાર્મા ૩.૪૩%, ટેક મહિન્દ્ર ૩.૪૩% અને એચસીએલ ટેક્નોલોજી ૩.૦૯% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ગત સપ્તાહે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર ટ્રમ્પે જંગી ટેરિફ લાગુ કર્યા છે. જો કે વિશ્વના દેશોની સરખામણીએ ૨૬% ટેરિફ સાથે ભારત પ્રત્યે ટ્રમ્પે કૂણુ વલણ દાખવ્યાનું જોવા મળે છે. ભારતના માલસામાન પર ટેરિફની જાહેરાતમાં અમેરિકન પ્રમુખે ફાર્મા પ્રોડકટસ તથા ઊર્જાને ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ દેશના જેમ્સ એન્ડ જ્વેલરી તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગને ટેરિફની સૌથી ગંભીર અસર પડવાની શકયતા જોવાઈ રહી છે. બીજી હરિફ દેશો પર ઊંચા ટેરિફથી દેશના ટેકસટાઈલ ક્ષેત્રને લાભ જોવાઈ રહ્યો છે. અમેરિકામાં ભારતની નિકાસમાં મુખ્યત્વે ફાર્મા, ટેલિકોમ સાધનો, રત્નો, પેટ્રો પ્રોડકટસ, જ્વેલરી તથા ગારમેન્ટસનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકા ખાતેથી ભારતની આયાતમાં ક્રુડ ઓઈલ, કોલસા, વીજ મશીનરી તથા એરોસ્પેસ સાધનોનો સમાવેશ થાય છે.

ભારત ખાતેથી અમેરિકામાં ફાર્મા તથા ઊર્જાની એકંદર નિકાસ ૯ અબજ ડોલર જેટલો રહે છે, ત્યારે તેના પર હાલમાં કોઈ ટેરિફ જાહેર નહીં કરાતા આ ક્ષેત્રોને રાહત થઈ છે. ભારતના જે માલસામાનને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમાં ફાર્મા ઉપરાંત, કોપર, સેમીકન્ડકટર્સ, સોનાચાંદી, ખનિજનો સમાવેશ થાય છે. દરમિયાન ટેકસટાઈલ ક્ષેત્રમાં ભારતના હરિફ દેશો જેમ કે બંગલાદેશ, વિયેતનામ, ચીન પર ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવતા ભારતના ટેકસટાઈલ ક્ષેત્રને એડવાન્ટેજ જોવાઈ રહ્યો છે. ભારતના જીડીપીમાં ટેકસટાઈલ ક્ષેત્રનું યોગદાન ૨% છે જ્યારે બંગલાદેશ અને વિયેતનામના જીડીપીમાં તેના ટેકસટાઈલ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે ૧૧% અને ૧૫% છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field