Home અન્ય રાજ્ય ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025: ઝડપી અને સુનિશ્ચિત નોંધણી માટે...

ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025: ઝડપી અને સુનિશ્ચિત નોંધણી માટે આધાર-આધારિત ઇકેવાયસી લાગુ કરવામાં આવી

47
0

ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ (યુટીડીબી) એ ચાર ધામ યાત્રા માટે આધાર-આધારિત નોંધણી શરૂ કરી, જેથી ભીડનું વધુ સારું વ્યવસ્થાપન સુનિશ્ચિત થાય

(જી.એન.એસ) તા. 26

દહેરાદૂન,

નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ (યુટીડીબી) એ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ તીર્થયાત્રાઓમાંની એક, ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે નોંધણી કરાવવા માટે આધાર પ્રમાણીકરણ અને ઇકેવાયસી રજૂ કર્યું છે.

તેનો હેતુ નોંધણીનો સમય ઘટાડવાનો અને યાત્રાળુઓને સુખદ અનુભવ આપવાનો છે. આધાર-આધારિત ઓનલાઇન નોંધણીના કારણે, અધિકારીઓ યાત્રાળુઓની હિલચાલ પર નજર રાખી શકે છે, મંદિરોમાં ભીડ ન થાય તે માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે છે અને ખાસ કરીને ઊંચાણવાળા વિસ્તારોમાં હવામાન સંબંધિત માહિતીના પ્રસારમાં સુધારો કરી શકે છે.

ટેકનોલોજી સાથે પરંપરાનું સંતુલન

ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025 માટે રજિસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થયું હતું, અને આજે સવાર સુધીમાં 7,50,000થી વધુ યાત્રાળુઓએ આધાર આધારિત ઓનલાઇન નોંધણી સુવિધાનો લાભ લીધો છે.

યુઆઈડીએઆઈ એ લોકો માટે જીવન જીવવાની સરળતાને સુધારવા માટે રાજ્યોની નવીન પહેલ હાથ ધરી છે. રજિસ્ટ્રેશન પોર્ટલ (https://registrationandtouristcare.uk.gov.in) અને “ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

આ પગલાથી નોંધણીમાં થતી બનાવટને કાબૂમાં કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે, જેથી વધુ યાત્રાળુઓને યાત્રા કરવાની તક મળી શકે છે. આધાર-આધારિત ડિજિટલ ચકાસણીથી નોંધણી પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરવર્કમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે. નિયુક્ત કેન્દ્રો પર ઓફલાઇન નોંધણી પણ વ્યવહારમાં ચાલુ છે.

આધાર સાથે જોડાયેલી નોંધણી, નોંધાયેલા યાત્રાળુઓની વાસ્તવિક સંખ્યાના આધારે આવાસો, પરિવહન, ખોરાક અને તબીબી સહાયના વધુ સારા આયોજન અને સંચાલનમાં પણ મદદ કરી શકે છે. જેને કારણે બગાડ અને સંસાધનોની અછત રોકી શકાય છે. તે કટોકટીની પરિસ્થિતિને વધુ સારી રીતે સંબોધવામાં પણ મદદરૂપ થઈ શકે છે કારણ કે તે યાત્રાળુઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનમાં વધુ સુધારો કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field