રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૦૧૭ સામે ૭૮૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૯૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૨૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૦૫ સામે ૨૩૭૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૯૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨, એપ્રિલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા મક્કમ હોવાનું, પરંતુ યુરોપના દેશો ટ્રમ્પની નીતિ સામે લડત આપવા તૈયાર હોઈ જ્યારે ભારત રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં એવા અપાયેલા સંકેત અને આ ટેરિફ લાગુ થવાની પૂરી શકયતા સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવા મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ફંડો, રોકાણકારો દ્વારા આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા જઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ચોપડે જે શેરોમાં નુકશાની થતી હોય એ શેરો વેચીને નુકશાની બુક કરતાં આજે માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડઓઈલ પર અંકુશો મૂકતા ક્રૂડઓઈલના ભાવ વધીને ૭૩ ડોલરને પાર રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૧૫ અને વધનારની સંખ્યા ૯૧૯ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૯૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૨૨%, ટાઈટન કંપની લિ. ૦.૦૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૦૭% વધ્યા હતા, જયારે એનટીપીસી લિ. ૩.૫૪%, ઝોમેટો લિ. ૩.૧૦%, ટેક મહિન્દ્ર ૨.૮૫%, બજાજ ફાઈનાન્સ ૨.૨૮%, એકસિસ બેન્ક ૨.૧૪%, ઇન્ફોસિસ લિ. ૨.૦૬%, મારુતિ સુઝુકી ૧.૩૯%, કોટક બેન્ક ૧.૨૭% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૫% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે.
શેરોના હાઈ વેલ્યુએશન, ઈઝરાયેલ-હમાસ યુદ્વ, યુક્રેન-રશીયા યુદ્વ, ડિસેમ્બર અંતના ત્રિમાસિક નબળા પરિણામો અને છેલ્લે ટ્રમ્પનું ટેરિફ વોર અને ત્રીજા વિશ્વ યુદ્વના ભય સહિતના આ તમામ પરિબળોએ ભારતીય શેરબજારમાં કરેકશનનો દોર જોવા મળ્યો હતો, જો કે અહીંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની વેચવાલી અટકવાની શકયતા જોવા મળી શકે છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.