રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૦.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૫૦.૨૬ સામે ૬૧૪૯૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૯૮૯.૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૭.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૬.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૧૪૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૧૪.૧૫ સામે ૧૮૩૦૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૯૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારોમાં ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે – તરફી તોફાન ચાલુ રાખીને બજારને નેગેટીવ ઝોનમાં રાખ્યું હતું. ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંત પૂર્વે શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખીને આજે બેંકિંગ – ફાઈનાન્સ, મેટલ શેરોમાં સતત વેચવાલી કર્યા સાથે એનર્જી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. અલબત આઇટી – ટેક શેરોમાં આજે ફંડો, મહારથીઓએ અવિરત પસંદગીની તેજી કરતાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો પચાવાતો જોવાયો હતો.
વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને સ્થાનિક સ્તરે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા રેકોર્ડ ભાવને પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતાએ પણ બજાર પર અસર જોવાઈ હતી. કોર્પોરેટ પરિમામોની સીઝનમાં બજાજ ફિનસર્વ, ઇન્ડીગો વગેરેના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે આજે સાવચેતી જોવાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૨ અને વધનારની સંખ્યા ૧૭૮૭ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશમાં IPOનો શરૂ થયેલો પ્રવાહ અટકવાનું નામ લેતો નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ પડેલી દરખાસ્તોને ધ્યાનમાં રાખતા વર્તમાન ડીસેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશમાં ૩૫ જેટલા આઈપીઓ આવવાની ગણતરી મુકાઈ રહી છે. અહેવાલો મુજબ ડીસેમ્બર ત્રિમાસિકમાં અંદાજીત ૩૫ જેટલા આઈપીઓ મારફત કંપનીઓ રૂ.૮૦,૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવાની ધારણા છે. સેકન્ડરી બજારમાં આવેલી તેજીને પગલે પ્રાઈમરી માર્કેટ પણ ધમધમી રહી છે. રિટેલ રોકાણકારોના સહભાગમાં પણ વધારો થયો છે. નજીકના ભવિષ્યમાં જે કંપનીઓ આઈપીઓ લાવી રહી છે, તેમાં નાયકા, પેટીએમ, પોલિસીબજાર વગેરેનો સમાવેશ થાય છે.
કોરોનાને કારણે નબળા પડેલા દેશના અર્થતંત્રમાં ફરી રિકવરી જોવા મળી રહી છે, જેને લઈને રોકાણકારોનું માનસ પણ મજબૂત રહ્યું છે. રિટેલ સહભાગમાં વધારાને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશની બે મુખ્ય ડીપોઝિટરી સીડીએસએલ તથા એનએસડીએલ સાથે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૭.૦૨ કરોડ રહી હતી, જેમાંથી ૪૦% અથવા તો ૨.૦૪ કરોડ ખાતાતો વર્તમાન વર્ષમાં જ ખોલાયા હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ખાનગી કંપનીઓ ઉપરાંત સરકાર પણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત બજારમાંથી નાણાં ઊભા કરવા જઈ રહી છે. એર ઈન્ડિયાના વેચાણ બાદ સરકાર હવે બીપીસીએલના ખાનગીકરણ તરફ આગળ વધવા માગે છે. એલઆઈસીમાં હિસ્સાના વેચાણને સફળ બનાવવા રિટેલ સહભાગ મહત્વનો બની રહે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.