રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૦.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૫૯.૯૬ સામે ૬૧૫૫૭.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૪૮૫.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૬.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૯૨૩.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૧૬.૭૦ સામે ૧૮૩૬૫.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૭૭.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૪૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. જો કે દેશમાં મોંઘવારી અસહ્ય બની રહી હોવા સાથે લાંબા સમયથી ભારતીય શેરબજારમાં શેરોમાં સતત તેજીનું તોફાન મચાવનારા ફંડો, મહારથીઓએ અંતે મંદીમાં આવ્યા હોવાના અને ઉછાળે નફારૂપી વેચવાલી વચ્ચે આજે શેરોમાં સતત ત્રીજા દિવસે કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચાઈનામાં આ કટોકટીની પરિસ્થિતિ વિકટ અને ફંડોની આગેવાની હેઠળ ઓપરેટરો તેમજ ખેલાડીઓની સાથોસાથ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે પણ ભારતીય શેરબજારમાં સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમા મોટાપાયે ધોવાણ થઈ જવા પામ્યું છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં બીએસઇ સ્મોલ કેપ તેમજ મિડકેપ ઇન્ડેક્સ ભારે કડાકો નોંધાયો છે.
જૂનના અંતિમ તબક્કામાં બીએસઇ સેન્સેક્સે ૫૩૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ સેન્સેક્સે તે પછીના સમય દરમિયાન સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ ચાલુ કેલેન્ડર વર્ષમાં બજારમાં એકધારી તેજીનો માહોલ ઉદ્ભવ્યો હતો. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉંચકાતા તેની વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ તેમજ સતત વધતી મોંઘવારીના કારણે અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની સંભાવના પાછળ ફંડો સહિત મોટા ખેલાડીઓ દ્વારા ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાની નીતિ અપનાવી મોટા પાયે નફો બુક કરવામાં આવતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, આઈટી, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૪ અને વધનારની સંખ્યા ૧૫૮૯ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસીઝે દેશની બેન્કિંગ વ્યવસ્થાના આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે. બેન્કોની એસેટ કવોલિટીમાં ઘસારો ધીમો પડયો છે અને કામકાજના વાતાવરણમાં સુધારો બેન્કોની એસેટ કવોલિટીને ટેકો આપશે એમ રેટિંગ એજન્સી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ધિરાણ ખર્ચમાં ઘટાડો એસેટ કવોલિટીમાં સુધારો કરાવશે અને નફાશક્તિ વધારશે. આગામી એકથી દોઢ વર્ષમાં ભારતના અર્થતંત્રમાં રિકવરી જળવાઈ રહેશે અને નાણાં વર્ષ ૨૦૨૨માં દેશનો આર્થિક વિકાસ દર ૯.૩૦% રહેવા એજન્સીએ અપેક્ષા વ્યકત કરી છે. કોર્પોરેટની નબળી નાણાં સ્થિતિ તથા ફાઈનાન્સ કંપનીઓને ભંડોળની ખેંચ બેન્કો માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા હતા પરંતુ આ જોખમો ઘટી ગયા છે.
કોર્પોરેટ લોન્સની કવોલિટીમાં સુધારો થયો છે જે સમશ્યાવાળી કોર્પોરેટ લોન્સને ઓળખીને તે માટે બેન્કોએ જોગવાઈ કરી લીધી હોવાના સંકેત આપે છે. રિટેલ લોન્સની કવોલિટી કથળી છે પરંતુ મર્યાદિત માત્રામાં, કારણ કે રોજગારમાં મોટેપાયે નુકસાન જોવાયું નથી. મોટાભાગની રેટેડ બેન્કસમાં મૂડીના પ્રમાણમાં વધારો થયો છે. કારણ કે આમાંની મોટાભાગની બેન્કોએ નવા શેર્સ જારી કર્યા હતા. બેન્કોમાં મૂડીમાં વધારો મર્યાદિત રહેશે કારણ કે, લોન વૃદ્ધિ માટે બેન્કો પોતાના અર્નિંગ્સનો જ વધુ પડતો ઉપયોગ કરશે. નીચા ધિરાણ ખર્ચને કારણે બેન્કોનું રિટર્ન ઓન એસેટસ ઊંચુ જશે. એમ મૂડી’સ દ્વારા અપક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.