Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેરોસીનના સ્થાને સ્વચ્છ ઊર્જાના વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સરકારનાં પગલાં

કેરોસીનના સ્થાને સ્વચ્છ ઊર્જાના વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સરકારનાં પગલાં

21
0

(જી.એન.એસ) તા. 17

નવી દિલ્હી,

1 માર્ચ, 2020થી, પીડીએસ કેરોસીનની છૂટક વેચાણ કિંમત પાન ઇન્ડિયા ધોરણે એનઆઈએલ અંડર-રિકવરી સ્તરે જાળવવામાં આવી રહી છે.

સરકાર રસોઈ અને પ્રકાશના હેતુસર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેરોસીનની ફાળવણી કરે છે. આ ઉપરાંત સરકારે વર્ષ 2012માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કુદરતી આપત્તિઓ, ધાર્મિક કાર્યો, મત્સ્યપાલન, વિવિધ યાત્રાઓ વગેરે જેવી વિશેષ જરૂરિયાતો માટે દરેક નાણાકીય વર્ષ દરમિયાન સબસિડી વિનાના દરે પીડીએસ કેરોસીનનો એક મહિનાનો ક્વોટા ફાળવવાની સત્તા પણ આપી છે. કેરોસીનની પ્રદૂષક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પીડીએસ હેઠળ એસ.કે.ઓ.ની ફાળવણીને તર્કસંગત બનાવવામાં આવી છે. વધુમાં, સરકારે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ ફોર કેરોસીન યોજના (ડીબીટીકે) હેઠળ રાજ્યોને વર્ષ 2015-16થી 2019-20 સુધી પીડીએસ કેરોસીનની ફાળવણી સ્વૈચ્છિક રીતે સુપરત કરવા માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2023-24 સુધી13 રાજ્યો કેરોસીન મુક્ત બની ગયા છે.

સરકાર સ્વચ્છ ઊર્જા સંક્રમણનું નેતૃત્વ કરવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય પહેલો સાથે નેતૃત્વ કરવાની સાથે-સાથે કામ પણ કરી રહી છે. ભારત નવેમ્બર, 2015માં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને સપ્ટેમ્બર, 2023માં જી-20નાં અધ્યક્ષ પદ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનાં સ્થાપક સભ્યોમાંનું એક હતું. ભારતનાં ઊર્જા સપ્તાહ 2025 દરમિયાન ભારતે સ્વચ્છ રાંધણકળા પર મંત્રીમંડળીય ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ ગ્લોબલ સાઉથ સામેનાં પડકારોને પહોંચી વળવા અને ભારતની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)માંથી બોધપાઠ લેવાનાં માર્ગો પર ચર્ચા કરવાનો હતો.

સરકારે સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે બહુપાંખીય વ્યૂહરચના અપનાવી છે, જેમાં અન્ય બાબતો ઉપરાંત અર્થતંત્રમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવા અને ગેસ આધારિત અર્થતંત્ર તરફ આગળ વધવા, ઇથેનોલ, બીજી પેઢીના ઇથેનોલ, કમ્પ્રેસ્ડ બાયો ગેસ અને બાયોડિઝલ જેવા પુનઃપ્રાપ્ય અને વૈકલ્પિક ઇંધણોને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ઇંધણ/ફીડસ્ટોક તરીકે કુદરતી ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપીને માગના વિકલ્પનો સમાવેશ થાય છે.  રિફાઇનરી પ્રક્રિયામાં સુધારો, ઊર્જા કાર્યદક્ષતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું, વિવિધ નીતિઓની પહેલો મારફતે ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન વધારવાના પ્રયાસો વગેરે. ઓટોમોટિવ ઇંધણ તરીકે કમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સસ્ટેઇનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન (એસએટીએટી) પહેલ પણ શરૂ કરવામાં આવી છે.

પ્રકાશનાં ઉદ્દેશો માટે કેરોસીનનાં સ્વચ્છ વિકલ્પ સ્વરૂપે ભારતે સૌભાગ્ય (પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના) અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (ડીડીયુજીજેવાય) મારફતે વીજળી સુલભતામાં સાર્વત્રિક સંતૃપ્તિ હાંસલ કરી છે.

દેશભરના ગરીબ પરિવારોને સ્વચ્છ રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ની શરૂઆત મે, 2016માં થઈ હતી. પીએમયુવાયનાં ઉપભોક્તાઓને એલપીજી વધારે વાજબી બનાવવા અને તેમનાં દ્વારા એલપીજીનો સતત ઉપયોગ સુનિશ્ચિત કરવા સરકારે મે, 2022માં પીએમયુવાયનાં ઉપભોક્તાઓને દર વર્ષે 12 રિફિલ (અને 5 કિલોગ્રામ કનેક્શન માટે પ્રમાણસર પ્રો-રેટેડ) માટે દર 14.2 કિલોગ્રામનાં સિલિન્ડરદીઠ રૂ. 200ની લક્ષ્યાંકિત સબસિડી શરૂ કરી હતી. ઓક્ટોબર, 2023માં સરકારે દર વર્ષે 12 રિફિલ માટે લક્ષ્યાંકિત સબસિડી વધારીને 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ રૂ. 300 કરી હતી (અને 5 કિલો કનેક્શન માટે પ્રમાણસર પ્રો-રેટેડ). પીએમયુવાયનાં ઉપભોક્તાઓને રૂ. 300/સિલિન્ડરની લક્ષ્યાંકિત સબસિડી પછી ભારત સરકાર (દિલ્હીમાં) રૂ. 503 પ્રતિ સિલિન્ડરની અસરકારક કિંમતે 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર પ્રદાન કરે છે. આ યોજના સમગ્ર દેશમાં ઉજ્જવલા યોજનાનાં 10.33 કરોડથી વધારે લાભાર્થીઓને ઉપલબ્ધ છે.

સમગ્ર દેશમાં એલપીજીના લાભો અંગે જાગૃતિ લાવવા માટે અન્ય બાબતો ઉપરાંત વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં પીએમયુવાય વિશે જાગૃતિ લાવવા માટે અભિયાનોનું આયોજન કરવું, જોડાણોની નોંધણી અને વિતરણ માટે મેળા/શિબિરોનું આયોજન કરવું, આઉટ ઓફ હોમ (ઓઓએચ) હોર્ડિંગ્સ, રેડિયો જિંગલ્સ, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન (આઇઇસી) વાન વગેરે મારફતે પ્રમોશન, અન્ય પરંપરાગત ઇંધણો પર એલપીજીનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવી અને એલપીજી પંચાયતો મારફતે એલપીજીના સલામત ઉપયોગનો સમાવેશ થાય છે.  વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નોંધણી/જાગૃતિ શિબિરો, આધાર નોંધણી માટે ગ્રાહકો અને તેમના પરિવારોની સુવિધા તથા પીએમયુવાય કનેક્શન મેળવવા માટે બેંક ખાતા ખોલવા, એલપીજી કનેક્શન મેળવવાની પ્રક્રિયામાં સરળીકરણ, www.pmuy.gov.in પર પીએમયુવાય કનેક્શન માટે ઓનલાઇન અરજી, નજીકના એલપીજી વિતરકો, કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) વગેરે, 5 કિલો ડબલ બોટલ કનેક્શન (ડીબીસી)નો વિકલ્પ,  14.2 કિગ્રાથી 5 કિગ્રા સુધીનો વિકલ્પ, પ્રવાસી પરિવારો માટે સરનામાં અને રેશનકાર્ડના પુરાવાને બદલે સેલ્ફ-ડિક્લેરેશન પર નવા કનેક્શનનો લાભ લેવાની જોગવાઈ. વધુમાં, ઓએમસી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સતત નવી એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ શરૂ કરી રહી છે. પીએમયુવાય યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓએમસીએ દેશભરમાં 7959 ડિસ્ટ્રિબ્યુટરશીપ (01.04.2016થી 31.12.2024 દરમિયાન શરૂ કરવામાં આવી હતી) શરૂ કરી છે, જેમાંથી 7373 (એટલે કે 93 ટકા) ગ્રામીણ વિસ્તારોને સેવા પૂરી પાડે છે. સરકારના હસ્તક્ષેપોના પરિણામે ભારતમાં એલપીજીની સુલભતા એપ્રિલ, 2016માં 62 ટકાથી સુધરીને હવે સંતૃપ્તિની નજીક પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field