રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૧૬.૦૫ સામે ૬૧૮૦૦.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૧૦૯.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૧.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૬.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૨૫૯.૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૩૨.૪૫ સામે ૧૮૪૩૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થયા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ ચાઈનામાં સપ્ટેમ્બરના અંતે જીડીપી-આર્થિક વૃદ્વિનો આંક ઝડપી ઘટીને આવતાં અને વૈશ્વિક એનર્જી કટોકટીના પરિણામે પરિસ્થિતિ કથળી રહ્યાના અહેવાલ સાથે યુ.કે. સહિતના દેશોમાં ફરી કોરોના સંક્રમણને લઈ ચિંતા વચ્ચે આજે ફંડોએ ભારતીય શેરબજારમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મોટું ઓફલોડિંગ કર્યા સાથે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધીને આવતા સાથે વૈશ્વિક શેરબજારમાં નરમાઈએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. ભારતમાં પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ આગામી દિવસોમાં જોખમી બની રહેવાની શકયતાએ આજે મોટા ફંડો અને ખેલંદાઓએ મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૨ અને વધનારની સંખ્યા ૯૭૮ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, શેરબજારમાં ઉદ્ભવેલ આગઝરતી તેજીના માહોલ વચ્ચે સેન્સેક્સે ગઇકાલે એટલે કે મંગળવારે વધુ એક મહત્ત્વની એવી ૬૨,૦૦૦ની ઐતિહાસિક સપાટી કૂદાવી દેતા બજારમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગત તા. ૧૫મી ફેબ્રુઆરીએ બીએસઇ સેન્સેક્સે ૫૨૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ દસ મહિના પછી ગઇકાલે ૬૨,૦૦૦ની સપાટી હાંસલ કરી લેતા બજારમાં નવો વિક્રમ રચાયો હતો. ભારતમાં કોરોના પર અંકુશ બાદ અર્થતંત્રને વેગીલું બનાવવા સરકાર દ્વારા તેમજ રિઝર્વ બેંક સાથે મળીને શ્રેણીબધ્ પગલાં ભરવાની સાથે સાથ તાજેતરમાં શરૂ થયેલ સપ્ટેમ્બર ત્રિમાસીકના કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગેવાન કંપનીઓના પ્રોત્સાહક પરિણામો પાછળ બજારની તેજીને વેગ સાંપડયો હતો.
આ અહેવાલો પાછળ ગત સપ્તાહે એટલે તા. ૧૪ ઓક્ટોબરે સેન્સેક્સે ૬૧,૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ બે જ ટ્રેડિંગ સત્રમાં આજે ૬૨૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કરી હતી. છેલ્લા દસ મહિનામાં બીએસઇ સેન્સેક્સના ૧૦૦૦૦ પોઈન્ટના ઉછાળામાં ૫૩ જેટલા શેરોમાં જંગી વળતર જોવા મળ્યું છે. આ સમય દરમ્યાન બીએસઇ સેન્સેક્સમાં પણ અંદાજીત ૨૬%નો ઉછાળો નોંધાયો છે. જો કે ૬૨૦૦૦ની સપાટી હાંસલ કર્યા બાદ બજારમાં ચોમેરથી નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ઉછાળે ઝડપી પીછેહઠ થવા પામી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.