જનતાના હિતને ધ્યાનમાં રાખીને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
(જી.એન.એસ) તા.15
ગાંધીનગર,
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.