રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૩૨ સામે ૭૪૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૧૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૪૯ સામે ૨૨૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત સાથે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૭૭ અને વધનારની સંખ્યા ૧૨૦૩ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૨%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૯૯%, ઇન્ફોસિસ લી. ૧.૦૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૬૬%, એશિયન પેઈન્ટ ૦.૪૫%, આઈટીસી લી. ૦.૩૧%, સન ફાર્મા ૦.૧૩ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૨% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૮૬%, ઝોમેટો લિ. ૨.૫૮%, લાર્સેન લી. ૨.૧૦%, ટાઈટન કંપની લી. ૧.૮૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૯૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૭%, કોટક બેન્ક ૦.૮૫%, બજાજ ફાઈનાન્સ ૦.૭૨% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને બન્ને મોરચે ત્રીજા વિશ્વ યુદ્વનો ભય અને વર્લ્ડ ટ્રેડ વોરનો ભય બતાવતા રહીને શક્ય બને એટલી અમેરિકાના હિતમાં બિઝનેસ ડિલ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વિશ્વ પર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકામાં ફુગાવા – મોંઘવારીની સ્થિતિ વણસવાના સંકેત અને એના પરિણામે ટેરિફમાં બેકફૂટ જવા લાગી ઓટો ઉદ્યોગ માટે મેક્સિકો, કેનેડા પરની ટેરિફને એક મહિનો મોકૂફ રાખ્યા છે. બીજી તરફ યુક્રેન મામલે અમેરિકા પોતાનું હિત સાધી મિનરલ્સ ડિલ કરવામાં ઝેલેન્સકીને ઝૂંકાવવા સફળ રહ્યા છે. યુરોપના દેશો પણ અમેરિકા સામે મોરચો માંડીને ટેરિફ મામલે અમેરિકાને ઝુંકાવવા અને પોતાનું હિત સાધવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે ચાઈના અમેરિકા પર ભીંસ વધારી રહ્યું હોઈ ચાઈના પણ તેના સંભવિત સંકટને જોઈ ભારત સહિતના દેશો સાથે સંબંધો સુધારીને તેના અમેરિકા સાથેના વેપારમાં નુકશાનની અસર શકય એટલી ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ ડેવલપમેન્ટ વચ્ચે હજુ અનિશ્ચિતતાનો દોર આગામી દિવસોમાં પણ કાયમ રહેવાની શકયતા છે ત્યારે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ૨, એપ્રિલથી લાગુ કરવા અમેરિકા મક્કમ હોવાની ચીમકીએ સંભવિત વૈશ્વિક પરિબળોને લઈ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.