Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા

ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા

6
0

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧,૮૯૭ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરાશે

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના આંગણવાડી કેન્દ્રના મકાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. નર્મદા જિલ્લામાં ૩૩૪ ગામોમાં આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાન નથી. જેમાં ૧૮૨ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં અને ૧૫૨ આંગણવાડી કેન્દ્ર અન્ય મકાનમાં ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૩૭૯ આંગણવાડી પાસે પોતાના મકાન નથી. જેમાં ૬૮ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને ૩૧૧ મકાન દાતા અને અન્ય સરકારી મકાનમાં કાર્યરત છે.

વિગતે માહિતી આપતા મંત્રી શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ૧૯૭ આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ અત્યારે પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ૩૭ કેન્દ્રોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ, ૯૦ આંગણવાડી કેન્દ્રના કામો ટુંક સમયમાં શરૂ થઈ જશે જ્યારે ૧૦ આંગણવાડી કેન્દ્રો માટે નિયત ધારા ધોરણો મુજબની જગ્યા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ ૯૮ કેન્દ્ર ટેન્ડર પ્રક્રિયા હેઠળ, ૧૦૦ કેન્દ્રોના કામ પ્રગતિ હેઠળ છે ૩૪ કેન્દ્રો મંજૂરી હેઠળ છે અને ૧૪૭ કેન્દ્રોની પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે.

આંગણવાડી કેન્દ્રોની જાળવણી, વાર્ષિક મેઇન્ટેનન્સ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧૦૦% રાજ્ય સરકારના ફાળાથી આંગણવાડી કેન્દ્રને વાર્ષિક મેઇન્ટેનન્સ પેટે એક આંગણવાડી દીઠ રૂ.૮,૫૦૦ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જે આંગણવાડી કેન્દ્રો જર્જરીત થવાના આરે છે તેને રીનોવેશન થકી જર્જરીત બનતુ અટકાવવા  પ્રતિ આંગણવાડી દીઠ રૂ.બે લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,આંગણવાડી કેન્દ્રોને ભારત સરકારના મિશન સક્ષમ આંગણવાડી પોષણ ૨.૦ હેઠળ સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવામાં આવે છે. જેમાં પોતાના મકાન ધરાવતા આંગણવાડી કેંદ્રો જે સારી હાલતમાં છે અને તમામ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ છે તેવા આંગણવાડી કેંદ્રો માટે પ્રતિ આંગણવાડી દીઠ રૂ. એક લાખ આપવામાં આવે છે. જેમાં અદ્યતન સુવિધાઓ જેવી કે પોષણ વાટીકા, એલ. ઈ. ડી. સ્ક્રીન, વોટર પ્યોરીફાઈ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, વાઈ ફાઇ, બાળકો માટેના રમકડાં વગેરે જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

ગુજરાતમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૨૨-૨૩માં દાહોદ અને નર્મદા જિલ્લામાં ભારત સરકાર દ્વારા ૧૨૫૦ આંગણવાડી કેંદ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજુરી અપાઈ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧,૮૯૭ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજુરી અપાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field