Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦ સામે ૭૪૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૪૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૪૧ સામે ૨૨૫૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિમાં હવે અમેરિકામાં જ ફુગાવા સહિતની પરિસ્થિતિ વણસવાના સંકેતે રોલબેક માટેના વધતાં દબાણને લઈ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ પાછી ખેંચવાના સંકેતે આજે વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. ઘણા શેરો હવે આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ બનતાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ ફરી સક્રિય લેવાલ બની જઈ તેજીમાં આવી ગયા હતા.

ભારત પર પણ ૧૦૦% ટેરિફની ધમકી ટ્રમ્પે ઉચ્ચાર્યા છતાં વાટાઘાટ બાદ આ વિચારણા આગામી દિવસોમાં પડતી મૂકાય એવી શકયતા અને ચાઈના પર ટેરિફની અમેરિકાની આક્રમક નીતિને ભારતને એડવાન્ટેજ બની રહેવાના અંદાજે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ૫% સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટી ફ્યુચરે ફરી પાછી અતિ મહત્ત્વની ૨૨૫૦૦ પોઈન્ટની સપાટી પાછી મેળવી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધતાં રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યોહતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૦ અને વધનારની સંખ્યા ૩૦૦૬ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૪.૭૦%, એનટીપીસી ૩.૪૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૯૬%, ટાટા સ્ટીલ ૨.૮૭%, બજાજ ફિનસર્વ ૨.૩૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૨.૨૨%, સન ફાર્મા ૨.૦૯%, અદાણી પોર્ટ ૨.૦૪% અને એક્સીસ બેંક ૧.૮૫% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૨.૩૧%, કોટક બેન્ક ૦.૯૬%, ઝોમેટો લિ. ૦.૬૨%, ટાટા મોટર્સ ૦.૧૯% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૦૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા ૧ લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.૫૮૯૮૮.૦૫ કરોડની નેટ વેચવાલી કરી છે. વર્ષ ૨૦૨૫માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.૧,૪૬,૩૬૨.૭૧ કરોડની વેચવાલી કરી છે.

વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષના રૂ.૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field