Home ગુજરાત રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯૦૦ જગ્યાઓ ઉપર આચાર્યની...

રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯૦૦ જગ્યાઓ ઉપર આચાર્યની ભરતી

5
0

પ્રક્રિયા પ્રગતિમાં: શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર*

…….

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૯૬ જગ્યાઓ ઉપર આચાર્યની ભરતી કરાઈ

…….

(જી.એન.એસ.) તા.5

રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરવા કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યમાં હાલમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯૦૦ જગ્યા ઉપર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે.

સરકારી શાળાઓમાં આચાર્ય વર્ગ-૨ની ભરતીમાં એક જગ્યા સીધી ભરતીથી જ્યારે એક જગ્યા બઢતીથી ભરવામાં આવે છે. આ માટે કમિશનર શાળાઓ દ્વારા GPSCને ભરતી માટે દરખાસ્ત કરવામાં આવે છે. GPSC દ્વારા નિયમોનુસાર પરીક્ષા તેમજ રૂબરૂ મુલાકાત બાદ ઉમેદવારોની અંતિમ પસંદગી યાદી શિક્ષણ વિભાગની મોકલી આપવામાં આવે છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવાયું હતું.

શિક્ષણ મંત્રી શ્રી ડિંડોરે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અનુક્રમે ત્રણ અને બે જગ્યાઓ બઢતીથી કરવામાં આવે છે.બઢતી સમિતિ બેઠકમાં એજન્ડા તૈયાર કરીને આચાર્યની ભરતી કરવામાં આવે છે. રાજ્યમાં પોર્ટલની મદદથી સંપૂર્ણ પારદર્શક રીતે છેલ્લા બે વર્ષમાં ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં  ૧૯૯૬ જેટલી જગ્યા ઉપર આચાર્યની ભરતી કરવામાં આવી છે. આ સિવાય ખેલ સહાયક યોજના હેઠળ અંદાજે ૧૫૨૭ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ડૉ. ડિંડોરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ અંદાજીત ૧૬૦૮ ખાલી જગ્યાઓ તથા સરકારી માધ્યમિક શાળાઓમાં તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત આપી માધ્યમિક વિભાગમાં ૧૨૦૦ ખાલી જગ્યાઓ પર એમ કુલ મળી ૨૮૦૮ ખાલી જગ્યાઓ પર જાહેરાત આપી શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સિવાય બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ અંદાજીત ૨૪૮૪ ખાલી જગ્યાઓ તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત આપી માધ્યમિક વિભાગમાં ૨૩૧૭ ખાલી જગ્યાઓ પર એમ કુલ મળી ૪૮૦૧ ખાલી જગ્યાઓ પર જાહેરાત આપી શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં છે તેમ‌‌, મંત્રીશ્રીએ‌ ઉમેર્યું હતું.

————–

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field