Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૯૮ સામે ૭૩૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૭૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૮૦ સામે ૨૨૩૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૧૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ફેબ્રુઆરી માસમાં મોટા ઘટાડા બાદ સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે માર્ચ માસની શરુઆત પોઝિટિવ નોટ સાથે કરી હતી. જો કે, થોડી જ ક્ષણો બાદ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ સાથે ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઇસિસે ફોરેન ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.  અમેરિકાની ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવાતા અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ટેન્સનમાં વધારો થતા ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા બદલાતી ટેરીફ પોલીસીના પગલે દેશમાંથી ડોલરનો આઉટફલો વધતા રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવી નીચી સપાટીએ જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૫૨ અને વધનારની સંખ્યા ૧૨૩૫ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૨૧%, ભારતી એરટેલ ૧.૭૬%, ઈન્ફોસીસ લી. ૧.૧૯%, એનટીપીસી લી. ૧.૧૪%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૦૬%, લાર્સેન લી. ૧.૦૬% સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૦%, બજાજ ફાઈનાન્સ ૧.૦૦% અને ટાટા સ્ટીલ ૦.૯૫% વધ્યા હતા, જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૩૮%, બજાજ ફિનસર્વ ૧.૮૬%, એચડીએફસી બેન્ક ૧.૭૨%, અદાણી પોર્ટ ૧.૬૩%, મારુતિ સુઝૂકી ૧.૪૮%, એકસિસ બેન્ક ૦.૮૮% હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૮%, સન ફાર્મા ૦.૫૬% અને એશિયન પેઈન્ટ ૦.૫૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. આઈએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે સાથે સાથે જીડીપી ગ્રોથ ૬.૫% રહેવાનો અંદાજ મુક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૨% નોંધાયો છે. જો કે, તે અપેક્ષિત ૬.૩%ના જીડીપી ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૫.૬% નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૬.૫% નોંધાવાનો અંદાજ છે. જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ માસમાં વાર્ષિક ૬%ના દરે ગ્રોથ નોંધાયો છે.

મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ધારિત ૨-૬%ના સ્તરે સ્થિર રહ્યો છે. આઈએમએફનું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે. આઈએમએફ એ જીડીપી ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને એફડીઆઈને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આ વેગને જાળવી રાખવા વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા આવશ્યક છે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો મળી રહ્યો છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field