Home ગુજરાત ઉત્તર ગુજરાત બોટાદ તાલુકાના બોટાદ-તુરખા-રંગપર રોડ, કારિયાણી-લાખીયાણી-રોહીશાળાના રસ્તાઓની કામગીરી યોગ્ય: મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

બોટાદ તાલુકાના બોટાદ-તુરખા-રંગપર રોડ, કારિયાણી-લાખીયાણી-રોહીશાળાના રસ્તાઓની કામગીરી યોગ્ય: મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

2
0

(જી.એન.એસ) તા. 28

બોટાદ તાલુકાના રોડના કામ વિશે વિગતો આપતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, બોટાદ તાલુકાના બોટાદ-તુરખા-રંગપર રોડ, કારિયાણી-લાખીયાણી-રોહીશાળાના રસ્તાઓની કામગીરી ટેન્ડર મુજબ યોગ્ય રીતે કરવામાં આવી છે. વિવિધ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી) લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં બાંધકામમાં (રસ્તા, પુલો, મકાનો) વપરાતા જરૂરી માલસામાનના પરીક્ષણો કરવામાં આવે છે. આ પરીક્ષણોના પરિણામના આધારે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૩ થી ઓકટોબર ૨૦૨૩ માં અંદાજે ૨૫૭૩ જેટલા રસ્તાઓના કામોના નિરીક્ષણ  કરવામાં આવ્યા છે. નિરીક્ષણ દરમિયાન રસ્તાની સપાટીને નુકશાન થયેલ હોય, ચકાસણી દરમિયાન રસ્તાની જાડાઈ નિયત ધારાધોરણ કરતા ઓછી જણાય હોઈ તેમજ નીરીક્ષણ દરમિયાન રસ્તામાં વપરાયેલ માલસામનના સેમ્પલ લઇ ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી) લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા ફેઈલ થયેલ હોય તેવા એટલે કે નબળી ગુણવત્તા જણાતા ૫૦ કામોના અમલીકરણ કરાવતા અધિક મદદનિશ ઈજનેર, મદદનિશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેરના ખુલાસા માંગવામાં આવેલ હતા આમ વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૯૪૯ કામોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ ચકાસણી ઝુંબેશ (સ્પેશિયલ ડ્રાઇવ)  યોજી વિવિધ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પ્રગતિ હેઠળના ૮૯ જેટલા કામોમાં ક્ષતિ જણાતા દોષિતો પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પેટા પ્રશ્નની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં રિંગરોડ, ફોરલેન કે સિક્સ લેન જેવા રસ્તાઓ બનાવવામાં અધિકૃત એજન્સીના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટ વાહનોનો ટ્રાફિક, રસ્તા પરથી પસાર થતા નાના અને મોટા વાહનોની સંખ્યા જેવા વિવિધ પરિબળોને આધારે બનાવવામાં આવે છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં બોટાદમાં ૧૯૨૯.૫૫ કિમીના રસ્તાઓના કામો મંજુર કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૩ બાદ રાજ્ય સરકાર દ્વારા ૪૭૨ જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૬૩ જેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોટાદના નાગરિકોની સુખાકારી માટે નવા ૪ બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field